Western Times News

Gujarati News

રેસ્ટોરન્ટનું ભોજન ટાળીને ઘરે જ રાંધેલો ખોરાક તૈયાર કરો અને તંદુરસ્ત રહો

વેલેન્ટાઇન્સ ડે પર તમારી પ્રિય વ્યક્તિને સારુ આરોગ્ય ભેટમાં આપો

બદામ ભારતમાં વધુ સામાન્ય બની રહેલા ડાયાબિટીઝ જેવા રોગમાં વધુ સારી રીતે જીવનશૈલીનું સંચાલન કરવામાં મદદ કરે છે, જે ઉપવાસમાં ઇન્સ્યુલીનના સ્તરને અસર કરતા કાર્બોહાઇડ્રેટ્સ ફૂડઝની બ્લડ સુગરની અસરને ઓછી કરવામાં મદદ કરે છે

દર વર્ષે ભારતમાં વેલેન્ટાઇન્સ ડેની ઉજવણી 14 ફેબ્રુઆરીના રોજ પ્રેમ, લાગણી અને મિત્રતાની યાદમાં ઉજવવામાં આવે છે. આ દિવસ સેંટ. વેલેન્ટાઇનને સમર્પિત છે જેની ઉજવણી વિશ્વભરમાં કરવામાં આવે છે જેમાં લોકો તેમની પ્રિય વ્યક્તિને ભવ્ય સંકેતો અને વિવિધ ભેટો સાથે કેવી રીતે સંભળ લે છે તે બતાવે છે.

ચાલુ વર્ષે રોગચાળાની સાથે, ચાલો આપણે આપણી પ્રિય વ્યક્તિ માટે બદામ જેવી અર્થપૂર્ણ ભેટો શેર કરવા માટે પસંદગી કરીએ, જે ફક્ત તેમના ચહેરા પર સ્મિત લાવશે એટલું જ નહી, તેમના તંદુરસ્તીમાં વધારો કરશે, રોગપ્રતિકારકતા વધારશે અને લાંબા ગાળે સુખાકારીમાં ઉમેરો કરશે.  બદામ 15 પોષક તત્ત્વોનો સ્ત્રોત  છે જેમ કે વિટામીન ઇ, મેગ્નેશિયમ, પ્રોટીન, રિબોફ્લેવીન, જસત વગેરે અને હૃદયના આરોગ્ય,[1],[2]ત્વચાનું આરોગ્ય[3] અને વજનસંચાલન[4],[5] માં બ્લડ સુગરનું સંચાલન કરવા ઉપરાંત મદદ કરે છે.[6],[7]

અગ્રણી બોલુવિડ અભિનેત્રી સોહા અલી ખાને જણાવ્યું હતુ કે, “વેલેન્ટાઇન ડે લાગણી, ચિંતા અને સંભાળ દર્શાવવા માટેનો ખાસ પ્રસંગ છે અને તે કરવાનો શ્રેષ્ઠ માર્ગ અર્થપૂર્ણ ભેટો શેર કરવાનો છે. ચાલુ વર્ષે હુંબદાર શેર કરવાનું વિચારુ છે કેમ કે તે સારા આરોગ્યની ભેટ તરીકે જાણીતી છે.

તેમાં વિટામીન B2, વિટામીન E, મેગ્નેશિયમ અને ફોસ્ફરસ જેવા પોષક તત્ત્વો ધરાવે છે અને આરોગ્યપ્રદ જીવન જીવવામાં મદદ કરે છે. આ સિવાય બદામ તાંબુ, જસત, ફોલેટ, લોહ અને વિટામીન E[8] જેવા પોષક તત્ત્વોને ટેકો આપતી પ્રતિકારકતા ધરાવવા માટે પણ જાણીતી છે, જે તેમને પ્રાપ્તિકર્તાના એકંદરે આરોગ્યમાં ઉમેરવા લાયક એક સંપૂર્ણ ભેટ છે.

ન્યૂટ્રીશન અને વેલનેસ કન્સલ્ટન્ટ શીલા ક્રિશ્નાસ્વામીએ જણાવ્યુ હતુ કે, વેલેન્ટાઇન ડેના રોજ ભેટની આપલે કરવાની રીત પ્રચલિત છે, પરંતુ આ પરંપરાગત રીતે ચોકલેટ્સ અને અન્ય ખાંડવાળી ચીજો સુધી જ સીમિત રહી છે, જે આપણા આરોગ્ય માટે સારી નથી.

મારુ સુચન એ છે કે તમારી પ્રિય વ્યક્તિ માટે ભેટની પસંદગી કરતી વખતે, એવા ખોરાક વિશે વિચારો કે જે સ્વાદિષ્ટ હોવાની સાથે વિવધ પ્રકારના આરોગ્યના ફાયદાઓ પણ આપતી હોય. આના માટે મારુ ટોચનુ સુચન બદામ છે. બદામ ભારતમાં વધુ સામાન્ય બની રહેલા ડાયાબિટીઝ જેવા રોગમાં વધુ સારી રીતે જીવનશૈલીનું સંચાલન કરવામાં મદદ કરે છે, જે ઉપવાસમાં ઇન્સ્યુલીનના સ્તરને અસર કરતા કાર્બોહાઇડ્રેટ્સ ફૂડઝની બ્લડ સુગરની અસરને ઓછી કરવામાં મદદ કરે છે.[9]

જાણીતા ફિટનેસ અને સેલિબ્રિટી પ્રશિક્ષક, યાસ્મિન કરાચીવાલાએ જણાવ્યા અનુસાર, “તમારા પ્રિયજનો સાથે ઉજવણી કરવા માટે વેલેન્ટાઇન ડે એ સારો સમય છે, અને તેઓને જે કાળજી જોઈએ તે તેમને બતાવો. મને લાગે છે કે આ કરવા માટે ઘણી રીતો છે – અને ફેન્સી ડિનર ગોઠવીને, અથવા રજા લઇને ભારે ખર્ચ કરવું જરૂરી નથી.

તે ફક્ત તમારા જીવનસાથીમાં વધુ રોકાણ કરવું અથવા પ્રિય વ્યક્તિના આરોગ્ય માટે જિમની મેમ્બરશિપની ખરીદી, પાઇલેટ્સ ક્લાસિસમાં તેમને ઓનલાઇન દાખલ કરીને અથવા તેમને પોતાની જાતની સંભાળ લેવા માટે દબાણ કરવું અને કેમની સાથે નિયમિત રીતે વાત કરવા જેટલું જ સરળ છે.

નિયમિત તંદુરસ્તીની સાથે, તેમને બદામ વહેંચવાનું ભૂલશો નહીં, કારણ કે તે સંપૂર્ણ પૂર્વ અથવા પોસ્ટ વર્કઆઉટ ખોરાક છે, તેમજ તે ઉર્જા પ્રદાન કરવા માટે જાણીતા છે અને તેમાં તૃપ્તિના ગુણધર્મો પણ છે જે પૂર્ણતાની લાગણીઓને પ્રોત્સાહન આપે છે,[10] જે તેમને તેમની તંદુરસ્તીની યાત્રામાં  સહાય કરશે. તમારા પ્રિય વ્યક્તિની તંદુરસ્તીની જવાબદારી રાખતા આ વેલેન્ટાઇન ડેમાં ઓફર કરી શકાય તેવો ઉપહાર છે, કેમ કે સમય જતાં તેમને સ્વસ્થ બનાવવામાં આ સહાય છે.”

મેકસ હેલ્થકેર, ડાયેટેક્ટિસના પ્રાદેશિક વડા રિતીકા સમદ્દરે જણાવ્યું હતું કે, “ભેટ આપવી તે  વેલેન્ટાઇન ડેના કેન્દ્રમાં છે, અને તેની આસપાસ ઘણા વિકલ્પો ઉપલબ્ધ હોવાથી મુંજવણ થાય છે. હું હંમેશાં એવી ભેટો શેર કરવાની ભલામણ કરું છું કે જે પ્રાપ્તિકર્તાના સારા સ્વાસ્થ્યમાં સકારાત્મકરૂપે યોગદાન આપે અને મારી ટોચની સૂચના બદામ છે. બદામ સ્વાદિષ્ટ અને સ્વસ્થ નાસ્તો છે અને તે હૃદયના આરોગ્ય માટે વધુ સારી રીતે મદદ કરવા માટે જાણીતા છે.[11]

યુકેના પુખ્ત વયના લોકોના તાજેતરના અભ્યાસે દર્શાવ્યુ છે કે બદામનો નાસ્તો રક્તવાહિની રોગના એડજસ્ટેડ સંબંધિત જોખમમાં લગભગ 30% ઘટાડો કરે છે અને એન્ડોથેલિયલ ફંક્શન અને કાર્ડિયાક ઓટોનોમિક ફંક્શનમાં સુધારો કરે છે.[12]

પાઇલેટ્સ નિષ્ણાત અને ડાયેટ એન્ડ ન્યુટ્રિશન કન્સલટન્ટ માધુરી રુઇઆએ જણાવ્યું હતું કે, “વેલેન્ટાઇન ડે દરમિયાન, ઘણા બધા લોકો ઊંચા કેલરીયુક્ત ખોરાકમાં વધારે પડતાં રચ્યાપચ્યા રહે  છે. તમે તેને આવું રેસ્ટોરન્ટનું ભોજન ટાળીને અને તેના બદલે તમારા ભાગીદાર માટે ઘરે જ રાંધેલો ખારક તૈયાર કરી શકો છો.

તેમાં બદામ જેવા તંદુરસ્ત ઘટકો સામેલ કરો, કારણ કે તે સ્વાદમાં સરળ અને ઝડપી છે અને લગભગ તમામ ભારતીય મસાલા અને ઔષધિઓ સાથે જાય છે. તંદુરસ્ત અને સ્વાદિષ્ટ વસ્તુઓ બનાવવા માટે તમે તમારા ભાગીદારની મનપસંદ મીઠાઈઓ સાથે બદામનું મિશ્રણ પણ કરી શકો છો.”

આ વેલેન્ટાઇન ડેના રોજ, ચાલો આપણે આપણા પ્રિયજનો સાથે બદામ સાથે સ્વસ્થ રહેવાનું એક સર્વસામાન્ય વચન લઇએ! અહીં એક બદામની રેસીપી છે જે તમારા ખાસ લોકો માટે વેલેન્ટાઇન ડેને એક સુંદર અનુભવ બનાવે છે.

કેરામેલાઇઝ્ડ સિસમ સ્મોક્ટ બદામ

સમાવિષ્ય તત્ત્વો:

આખા બદામ – 400 g

સફેદ અને કાળા તલ – 100 g

ખાંડ – 150 g

રોઝમેરી – 10 g

મરચાનો પાવડર – 10 g

દરિયાઇ મીઠુ કે રોક મીઠુ (વૈકલ્પિક) – 10 g

 રીતઃ: એક પેનમાં સૂકી બદામને શેકો અને તેને ઠંડી થવા દો જેથી તે ક્રંચી બની જાય. એક અલગ પેનમાં ખાંડ લો અને તે ઓગળે નહી ત્યાં સૂધી ગરમ કરો અને ત્યાર બાદ બદામ ઉમેરો. બદામ જ્યારે સિરપથી ઢંકાયેલી હોય ત્યારે તેમાં મરચાનો પાવડર ઉમેરો જે ગ્લેઝ અને બાઇન્ડીંગ આપશે.

સૂકી ટ્રેને દૂર કરો અને તેની પર સફેદ તલનું અને રોક મીઠાનું આવરણ કરો. એક કોલસો લો અને તેને આગ પર સળગાવો અને તેને એક બાઉલમાં મુકી દો, તેમાં થોડું રોઝમેરી સાથે સફેદ તલ અને રોક મીઠુ (પીસેલુ) ઉમેરો અને તલથી ઢાંકવામાં આવેલ બદામમાં સ્મોક કરો. તેને હવાચૂસ્ત વાસણમાં ભરી દો.

ટિપઃ તમે કોઇ પણ મસાલા, લસણ, ઇલાયચી, જીરુ વગેરે સાથે સ્મોકમાં સ્વાદ કરી શકો છો. તે ખરેખર સારુ લાગશે.

 પોષકતત્ત્વોનું વિશ્લેષણ

કેલરી 3448 પ્રોટીન 104 g
કુલ ચરબી 243.3 g સેચ્યુરેટેડ 21 g
મોનો સેચ્યુરેટેડ 147.3 g પોલી અનસેચ્યુરેટેડ 71.8 g
કાર્બોહાઇડ્રેટ્સ 260.7 g ફાયબર 44.9 g
કોલેસ્ટરલ 0 mg સોડીયમ 11 mg
કેલ્શિયમ 2506 mg મેગ્નેશિયણ 1423 mg
પોટેશિયમ 3268 mg વિટામીન E 105.1 mg

કેલિફોર્નિયાની બદામ કુદરતી, સંપૂર્ણ અને ગુણવત્તાયુક્ત ખોરાક છે. આલમોન્ડ બોર્ડ ઓફ કેલિફોર્નિયા માર્કેટિંગ, ખેતી અને કેલિફોર્નીયામાં 7,600થી વધુ બદામ ઉગાડનારાઓ અને પ્રોસેસર્સ વતી ઉત્પાદનના તમામ તબક્કાઓમાં પોતાના સંશોધન આધારિત દ્રષ્ટિકોણ મારફતે નવીન સંશોધન મારફતે બદામને પ્રોત્સાહન આપે છે, જેમા અનેક મલ્ટી જનરેશન પરિવાર છે.

કેલિફોર્નિયાના મોડેસ્ટોમાં સ્થિત 1950માં સ્થપાયેલ અને કેલિફોર્નિયાના આલ્મન્ડ બોર્ડ એ એક બિન-નફાકારક સંસ્થા છે જે યુનાઇટેડ સ્ટેટ્સના કૃષિ વિભાગની દેખરેખ હેઠળ ઉત્પાદક દ્વારા ઘડવામાં આવેલા ફેડરલ માર્કેટિંગ ઓર્ડરના નિરીક્ષણ હેઠળ સંચાલન કરે છે. આલમોન્ડ બોર્ડ ઓફ કેલિફોર્નિયા વિશે વધુ માહિતી માટે, Almonds.comની મુલાકાત લો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.