રેસ્ટોરન્ટમાં ડીનર માટે ૩૮ લાખ રૂપિયા બિલ ચુકવ્યુ

લંડન, લંડનની એક વ્યક્તિએ નાઈટસબ્રિજ વિસ્તારની પાર્ક ટાવર હોટલમાં ભોજન કરવા માટે ૩૮ લાખ રૂપિયાનુ બિલ ચુકવ્યુ છે. જાેકે આ બિલ જાેઈને લોકો મોંઘીદાટ વાનગીઓ માટે રેસ્ટોરન્ટને ટ્રોલ કરી રહ્યા છે.
રેસ્ટોરન્ટ તુર્કીના મશહૂર શેફ સોલ્ટ બેનુ છે. જ્યાં દરેક ડિશના ભાવ આંખો પહોળી થઈ જાય તેવા છે. એક યુઝરે તાજેતરમાં અહીંયા ભોજનનુ બિલ શેર કર્યુ હતુ. જેમાં ૨૨ વસ્તુઓ સામેલ હતી અને બિલની રકમ ૩૭૦૦૦ પાઉન્ડ થવા જતી હતી. જેમાં ૫૦૦૦ પાઉન્ડ તો સર્વિસ ચાર્જ હતો. ભારતીય ચલણમાં ગણીએ તો આ રકમ ૩૮ લાખ રૂપિયા થવા જાય છે.
આ બિલને જાેકે હવે સોશયલ મીડિયા પ્લેટફોર્મ રેડડીટ પરથી હટાવી લેવાયુ છે પણ ઘણા યુઝર્સ બિલની રકમની ટીકા કરી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરી હતી કે, આના કરતા તો તુર્કી જઈને સોલ્ટ બેની ત્યાંની રેસ્ટોરન્ટમાં ખાવાનુ સસ્તુ પડે તેમ છે.હાલમાં બીલને લઇને ચર્ચા શરૂ થઇ ગઇ છે.HS