રેસ્ટોરાંની બહાર નીકળતી વખતે કેમ ડરી ગઈ દિયા?

મુંબઈ, બોલિવુડની ખૂબસૂરત અભિનેત્રી દિયા મિર્ઝાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં દિયા ગભરાયેલી અને અસહજ જાેવા મળી રહી છે. દિયા એટલી ડરી જાય છે કે તેના પતિ વૈભવ રેખીને મદદ માટે આગળ આવવું પડે છે.
વૈભવ આવે છે અને દિયાને કાર સુધી લઈ જાય છે. આખરે એવું શું થયું? ક્યાં થયું? દિયા શેનાથી ડરી ગઈ? આ બધા જ સવાલોના જવાબ તમને આગળ મળશે. આ ઘટના ગુરુવાર (૨૧ એપ્રિલ) રાતની છે જ્યારે પતિ વૈભવ રેખી સાથે દિયા મિર્ઝા ડિનર ડેટ માટે એક રેસ્ટોરાંમાં ગઈ હતી. દિયા રેસ્ટોરામાંથી બહાર નીકળતી હોય છે ત્યારે મીડિયાના ફોટોગ્રાફર્સ તેને કેમેરામાં કેદ કરવા માટે પડાપડી રહી રહ્યા છે.
ફોટોગ્રાફર્સની વાત માનીને દિયા પોઝ આપવા ઊભી રહી છે. જે બાદ દિયા પોતાની કાર તરફ આગળ વધતી હોય છે ત્યારે એક બાળક તેની સામે ડાન્સ કરવા લાગે છે અને એક જરૂરિયાતમંદ મહિલા તેની પાસે રૂપિયા માગે છે. તે દિયાની પાછળ પડી જાય છે. જેના લીધે એક્ટ્રેસ ડરી જાય છે અને થોડી અસહજ થઈ જાય છે.
દિયાના હાવભાવ જાેઈને પતિ વૈભવ તરત તેની પાસે પહોંચી જાય છે અને તેને કાર સુધી લઈ જાય છે. દરમિયાન તે પતિને કહે છે કે, ‘મને આ બરાબર નથી લાગી રહ્યું. જણાવી દઈએ કે, દિયા મિર્ઝાએ ગત વર્ષે ફેબ્રુઆરી મહિનામાં વૈભવ રેખી સાથે બીજા લગ્ન કર્યા હતા. બંનેના આ બીજા લગ્ન છે. વૈભવને પહેલા લગ્ન થકી એક દીકરી છે અને તેનું નામ સમાયરા છે.
દિયાને સાવકી દીકરી સમાયરા સાથે સારું બને છે. અવારનવાર તે સોશિયલ મીડિયા પર તેની સાથે તસવીરો શેર કરતી રહે છે. લગ્નના થોડા મહિના બાદ જ દિયાએ દીકરાને જન્મ આપ્યો હતો. જેનું નામ અવ્યાન આઝાદ રેખી પાડ્યું છે.
દિયાએ હાલમાં જ આપેલા એક ઈન્ટરવ્યૂમાં માતૃત્વ વિશે વાત કરી હતી. તેણે માતૃત્વને સુંદર અને શક્તિશાળી ગણાવ્યું હતું. તેણે કહ્યું, ‘મને નથી લાગતું કે દુનિયામાં બીજી કોઈપણ વસ્તુ માટે આ પ્રકારનો પ્રેમ અનુભવવો શક્ય છે. તમે પોતાના બાળક માટે જે પ્રેમ અનુભવો છો તે બીજા કશા માટે નથી અનુભવી શકતાં.’SSS