રેસ્ટોરાંમાં ઓનલાઈન ટેબલ બુક કરાવવું યુવકને મોંઘુ પડ્યું
અમદાવાદ: હેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલી એક હોટેલમાં ઓફિસમાં સાથે કામ કરતાં મિત્ર તેમજ પોતાના માટે ટેબલ બુક કરાવવાનો પ્રયાસ એક વ્યક્તિને ૩૫ હજાર રૂપિયામાં પડ્યો હતો. આશ્રમ રોડ પર આવેલી એક પેથોલોજી લેબોરેટરીમાં અકાઉન્ટન્ટ તરીકે કામ કરતાં ૨૮ વર્ષના સુરેશ વિશ્વકર્માએ બુધવારે નવરંગપુરા પોલીસ સમક્ષ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેની સાથે આ ઘટના ૩ જુલાઈએ બની હતી.
૩ જુલાઈએ સાંજના સમયે, હું નવરંગપુરા પાસે કોઈ સારી હોટેલ શોધી રહ્યો હતો અને મને કોમર્સ છ રસ્તા પાસે એક હોટેલ મળી હતી. મેં ગૂગલ પરથી તેનો નંબર મેળવવાનો પ્રયાસ કર્યો હતો અને ટેબલ બુક કરાવવા માટે ફોન કર્યા હતો, તેમ વિશ્વકર્માએ જણાવ્યું હતું.
વિશ્વકર્માએ વધુમાં કહ્યું હતું કે, ટેબલ બુક કરાવવા માટે તેણે તે નંબર પર ફોન જાેડ્યો હતો, પરંતુ ફોન લાગ્યો નહોતો. થોડી સેકન્ડ બાદ, તેને અન્ય એક નંબર પરથી કોલ આવ્યો હતો અને તે ટેબલ બુક કરાવવા માગે છે કે કેમ તે અંગે પૂછ્યું હતું.
વિશ્વકર્માએ તેને ટેબલ બુક કરાવવાનું કહ્યું હતું અને વ્યક્તિએ તેને ફોર્મ ભરવાનું કહીને વેબલિંક મોકલી હતી. ફોર્મ ભર્યા બાદ વ્યક્તિએ ફરીથી વિશ્વકર્માને કોલ કર્યો હતો અને તેને વન-ટાઈમ પાસવર્ડ (ર્ં્ઁ) વિશે પૂછ્યું હતું, પરંતુ વિશ્વકર્માએ ઓટીપી આવ્યો હોવાનો ઈનકાર કરતાં વ્યક્તિએ ફોન કાપી નાખ્યો હતો. થોડા સમય બાદ તેને ઘણા મેસેજ આવ્યા હતા, જેમાં ૩૫ હજાર રૂપિયા બેંક અકાઉન્ટમાંથી ઉપાડ્યા હોવાનું લખ્યું હતું.