રેેલ્વે સ્ટેશન પર બિનવારસી બેગમાં ૧૩ કિલો ગાંજો મળ્યો
(એજન્સી) અમદાવાદ, અમદાવાદ રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ૧ પરથી ગુરૂવારેે સવારે બિનવારસી બેગ મળી આવી હતી. જેમાં કોઈ માદક પદાર્થ હોવાનું જાણવા મળતા એફએસએલને બોલાવવી પડી હતી. તપાસના અંતે ગાંજાે હોવાનું જણાયુ હતુ. જેના પગલેે રેલ્વે પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
જીઆરપી પીઆઈ એસ.બી. ચૌધરીએ વધુ માહિતી આપતા જણાવ્યુ હતુ કે પુરીથી અમદાવાદ આવતી એક્સપ્રેસ ટ્રેન ગુરૂવારે સવારે લગભગ ૭.૩૦ કલાકે પ્લેટફોર્મ નંબર ૧ પર આવી હતી. ટ્રેન આવ્યા બાદ પેસેન્જરો ટ્રેનમાંથી ઉતરીને બહાર નીકળી ગયા હતા.
ત્યારે પોલીસને સ્ટેશન પર પેટ્રોલીંગ દરમ્યાન સાબરમતી સાઈડમાં પ્લેટફોર્મ પર એક બિનવારસી બેગ મળી આવી હતી. જેમાં પોલીસે તપાસ કરતા શંકાસ્પદ માદક પદાર્થ હોવાનું જાણવા મળ્યુ હતુ. જેના પગલે બિનવારસી બેગ પોીસ મથકમાં લાવી વધુ તપાસ માટે એફએસએલની મદદ લેવામાં આવી હતી. એફએસએલના નિષ્ણાંતોએ તપાસ કરતા માદક પદાર્થ ગાંજાે હોવાનું જણાવ્યુ હતુ.
આથી પોલીસે બિનવારસી બેગમાંથી મળી આવલા ૧પ કિલોગ્રામથી વધુ ગાંજાે જપ્ત કરી અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.