રૈનાએ ચેન્નઈ સુપરકિંગ્સને ટિ્વટર પર અનફોલો કર્યું
નવી દિલ્હી: ટીમ ઈન્ડિયાના પૂર્વ બેટ્સમેન સુરેશ રૈના (Suresh Raina) આ વખતે આઈપીએલમાં IPL2020 નથી રમી રહ્યો. તેમ છતાંય તે સતત સમાચારોમાં રહે છે. ક્રિકેટ પ્રેમી ચેન્નઈ સુપરકિંગ્સની હાર બાદ હંમેશા રૈનાને ટીમમાં પરત લાવવાની માંગ કરતા રહે છે. પરંતુ એવું લાગી રહ્યું છે કે સુરેશ રૈના (Suresh Raina) અને ચેન્નઈ સુપરકિંગ્સના રસ્તા અલગ-અલગ થઈ ગયા છે. રૈનાએ સીએસકેને માઇક્રો-બ્લોગિંગ સાઇટ ટિ્વટર પર અનફોલો કરી દીધું છે. અહેવાલો મુજબ રૈનાએ શનિવારથી સીએસકેને ફોલો કરવાનું બંધ કરી દીધું છે.
નોંધનીય છે કે, આ વખતે આઈપીએલ શરૂ થવાના ઠીક પહેલા અંગત કારણોથી રૈના ભારત પરત ફર્યો હતો. પરંતુ બાદમાં ચૈન્નઈ સુપરકિંગ્સના માલિક એન. શ્રીનિવાસને રૈનાના ર્નિણય પર નારાજગી વ્યક્ત કરી હતી. નોંધનીય છે કે, શુક્રવારે ચૈન્નઈની સતત બીજી હાર બાદ સોશિયલ મીડિયા પર પ્રશંસકો રૈનાની વાપસીની માંગ કરી રહ્યા હતા.
ટીમના કોચ સ્ટીફન ફ્લેમિંગે પણ રવિવારે દિલ્હી કેપિટલ્સની વિરુદ્ધ હાર બાદ કહ્યું હતું કે રૈના અને રાયડૂ ન હોવાના કારણે ટીમ વિખેરાઈ ગઈ છે. બાદમાં રૈનાની વાપસીને લઈને સીએસકેના સીઇઓ કાસી વિશ્વનાથને કહ્યું કે રૈનાની વાપસી મુશ્કેલ લાગી રહી છે. તેઓએ કહ્યું કે, જુઓ હાલમાં અમે રૈનાને પરત લાવવાનો વિચાર નથી કરી શકતા. તે જાતે ભારત પરત ગયા હતા. અમે લોકો તેમના ર્નિણયનું સન્માન કરીએ છીએ.
ક્રિકેટમાં હાર અને જીત થતી રહેતી હોય છે. અમે લોકો જરૂર વાપસી કરીશું. કહેવામાં આવી રહ્યું છે કે ટીમના સીઇઓની વાતો સાંભળ્યા બાદ રૈનાએ સીએસકેને ટિ્વટર પર અનફોલો કરવાનો ર્નિણય લીધો. રૈનાએ શનિવારે એક ટિ્વટ કર્યું જેમાં તે વૈષ્ણોદેવીમાં જોવા મળી રહ્યા છે.
છેલ્લા કેટલાક દિવસોગી રૈના સતત કાશ્મીરમાં ટ્રેનિંગ કરતાં જોવા મળી રહ્યા છે. રૈના આઈપીએલ છોડીને ભારત પરત આવવાના કારણે ટીમના માલિક એન શ્રીનિવાસ તેનાથી ખૂબ નારાજ છે.
તેઓએ થોડા દિવસો પહેલા એક નિવેદનમાં કહ્યું હતું કે રૈના હોટલના રૂમને લઈને નારાજ થઈને ભારત પરત આવી ગયો. તેની સાથે જ શ્રીનિવાસને એવું પણ કહ્યું હતું કે સફળતા તેમના માથા પર ચઢી ગઈ છે. શ્રીનિવાસને કહ્યું હતું કે, ક્રિકેટર્સ પોતાને કંઈક ખાસ સમજવા લાગે છે. જેમ પહેલાના જમાનામાં નખરા કરનારા એક્ટર્સ હોતા હતા.