રૈપર રફતારે કહ્યુ મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાંથી પરીવારવાદનો જડમૂળથી સફાયો થવો જાેઈએ
મુંબઈ: લોકપ્રિય રૈપર રફ્તારનું માનવું છે કે, પૈસા અને શારીરિક શક્તિની તાકાત એ લોકોને ડરાવવા માટે કાફી છે જે મ્યુઝિકલ બિઝનેસમાં નવા આવ્યા હોય છે. રફ્તારએ જણાવ્યું કે, સાચી શક્તિ પ્રશંસકોના હાથમાં હોય છે શરીર અને ધનની શક્તિથી એવા વ્યક્તિઓને ડરાવવા માટે છે જે લોકો મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં નવા આવ્યા હોય પરંતુ અસલી પ્રતિભા હંમેશા ચમકતી રહે છે.
‘ઓલ બ્લેક’, ‘સ્વેગ મેરા દેશી’ અને ‘તો ઢીશુમ’ રૈપ માટે મશહૂર રફ્તારે નેપોટિઝમ વિશે કહ્યું ઈનસાઇડર આઉટસાઈડર ચાલતા ઝઘડાને રોકવાની જરૂર છે. અસલી પ્રતિભાને તપાસી અને તેને મોકો આપવાની જરૂર છે પછી ભલે તે ઈનસાઇડર હોય કે આઉટસાઈડર પશ્ચિમ દુનિયાની વિપરીત ભારતમાં પક્ષપાત અને ભાઈ-ભત્રીજા વાદ છે. આપણે અને જળથી કાઢવું પડશે. રફતારને હાલમાં એમટીવી રોડીજ રિવોલ્યુશનમાં જાેવા મળી રહ્યો છે.