Western Times News

Gujarati News

રોકાણકારને 2300 કરોડનું નુકશાનઃ સરકારને 1000 કરોડ ગુમાવવા પડશે

પ્રતિકાત્મક

સોલાર પાવર પરચેઝ એગ્રીમેન્ટ મુદ્દે સરકારનો ‘યુ-ટર્ન’:  રોકાણકારો નારાજ

અમદાવાદ, સ્મોલ સ્કેલ સોલાર પ્રોજેકટ માટે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લીમીટેડ પાવર પરચેઝ એગ્રીમેન્ટ પીપીએ કર્યા બાદ કેપીટલ સબસીડી અને વ્યાજની સબસીડી પાછી ખેચી લેવાને કારણે તેમજ ગુજરાત સરકારના આ પગલાંને કારણે રપ૦૦ મેગાવોટ વીજળી માટે કરાર કરનારા ખેડૂતો અને નાના રોકાણકારોમાં ભારે નારાજગી ફેલાઈ છે.

સરકારના આ પગલાંને કારણે રોકાણકારોને અંદાજે રૂા.ર,૩૦૦ કરોડથી વધુ નુકશાન થવાની દહેશત ઉભી થઈ છે. આ મામલે અરજદારને સાંભળ્યા વિના જ આ અંગેનો નિર્ણય કરાયો છે. જેના લીધે વીજક્ષેત્રે એમએસએમઈ સ્થપાશે નહી. અને રોજગારીની તકો સર્જાશે નહી.

વીજ પ્રોજેકટ માટે જમીન એનએ કરાઈ છે. અને લીઝ પર અપાયેલી આ જમીન આપનારા હવે ખેતી કરી શકશે નહી. આ મામલે ન્યાય મેળવવા ગુજરાત ફેડરેશન ઓફ સોલાર ઈન્ડસ્ટ્રીઝે હાઈકોર્ટનો આશરો લીધો છે. પીપીએ રદ થવાને કારણે રાજય સરકારને સિકયુરીટી ડીપોઝીટ પેટે રૂા.૧ર૮ કરોડ અને રૂા.૮૯૦ કરોડની જીએસટીની આવક ગુમાવવી પડશે.

ફેડરેશનના પ્રમુખ કિશોરસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે પીપીએ કર્યાના એકથી દોઢ મહિનામાં જ ગુલાંટ મારી કરારનો ભંગ કર્યો છે. મોટા ઉધોગગૃહો આ ક્ષેત્રમાં ઝંપલાવતા સરકારે સબસીડી પાછી ખેચી લીધી છે. તે અન્યાય છે.

સરકારે અડધા મેગાવોટથી ૪ મેગાવોટ સોલાર પાવર જનરેટ કરવા માટે કરાર કરેલા આ નુકશાન પણ સરકાર ભરપાઈ કરી આપે તેવી પણ અમારી માગણી છે. સરકારની આ યોજનામાં ૧ર,પ૦૦ જેટલા સોલાર એમએસએમઈએ ભાગ લીધો હતો. તેના કારણે ગુજરાતમાં રૂા.૧૦ હજાર કરોડનું રોકાણ થયું હોત.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.