Western Times News

Gujarati News

રોકાણ પર સારું વળતર મેળવવાના ચક્કરમાં ફસાયા પોલીસકર્મીના પત્ની

અમદાવાદ, પોલીસ કંટ્રોલ રૂમના એક આસિસ્ટન્ટ સબ-ઈન્સપેક્ટરની પત્નીએ તેમની સાથે બે શખ્સોએ રોકાણ પર ભારે વળતર આપવાનું વચન આપીને ૨૫.૫ લાખ રૂપિયાની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી. નિકોલમાં રહેતા ૪૪ વર્ષીય ફરિયાદી અસ્મિતા કાછડિયાએ ગુરુવારે ક્રાઈમ બ્રાંચ (છરદ્બીઙ્ઘટ્ઠહ્વટ્ઠઙ્ઘ ઝ્રિૈદ્બી મ્ટ્ઠિહષ્ઠર) સમક્ષ ફરિયાદ નોંધાવી હતી.

નિકોલની ગોકુલેશ રેસિડેન્સીના રહેવાસી અસ્મિતા કાછડીયા કોઓપરેટિવ બેંકમાં નોકરી કરે છે. તેમણે પોલીસને જણાવ્યું હતું કે, તેઓ વર્ષ ૨૦૧૮માં આરોપીઓ પૂજા શાહ અને રિષિ કારેલીયાને મળ્યા હતા. પૂજા શાહ ચાંદલોડિયામાં જ્યારે રિષિ ર્નિણયનગરમાં રહે છે.

કારેલીયા સાથે તેના મામ પ્રફુલ વૈષ્ણવ પણ હતા. આરોપીએ ૨૦૧૮માં રિલીફ રોડ પર જનરલ પોસ્ટ ઓફિસ પાસે કેપિટલ ઈન્વેસ્ટમેન્ટ નામની નાણાકીય પેઢી સ્થાપી હતી. કારેલીયા અને શાહ ટીડીએસના કામ માટે પોલીસને મળતા હતા અને મે, ૨૦૧૯માં અસ્મિતાના પતિ જયસુખના સંપર્કમાં આવ્યા હતા.

આરોપીઓએ જયસુખને જણાવ્યું હતું કે, તેઓ રોકાણ પર ૨થી ૩ ટકા માસિક ગેરેન્ડેટ વળતર આપે છે. તેથી, અસ્મિતા અને જયસુખ બંનેએ પેઢીમાં રોકાણ કરવાનું નક્કી કર્યું હતું. ૧૪ જૂન, ૨૦૧૯ અને ૨૧ એપ્રિલ, ૨૦૨૧ની વચ્ચે, અસ્મિતાએ ફર્મના ખાતામાં રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ (ઇ્‌ય્જી) અને નેશનલ ઈલેક્ટ્રોનિક્સ ફંડ ટ્રાન્સફરના માધ્યમથી પોતાના ખાતામાંથી ૩૦ લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. આ દરમિયાન, કંપનીએ જૂન ૨૦૧૯થી એપ્રિલ ૨૦૨૧ની વચ્ચે અસ્મિતાને આશરે ૪.૫૧ લાખ રૂપિયા રિટર્ન આપ્યા હતા.

વૈષ્ણવનું કોવિડ-૧૯ના કારણે નિધન થતાં પેઢીએ અસ્મિતાને કોઈ પણ રિટર્ન આપવાનું અટકાવ્યું હતું. અસ્મિતા કાછડીયાએ પોલીસને જણાવ્યું હતું કે, જ્યારે તેમણે પૂજા શાહ અને રિષિ કારેલીયાને તેમના પૈસા પરત કરવાનું કહ્યું ત્યારે બંનેએ કોઈ જવાબ આપ્યો નહોતો.

બાદમાં તેમણે ક્રાઈમ બ્રાંચ પોલીસનો સંપર્ક કર્યો હતો અને પૂજા શાહ તેમજ રિષિ કારેલીયા સામે છેતરપિંડી, વિશ્વાસઘાત તેમજ ગુનાહિત કૃત્યની ફરિયાદ નોંધાવી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.