રોગચાળાની અસરઃ સ્માર્ટફોન્સને બદલે હોમ અને હેલ્થ સીક્યોરિટીમાં રોકાણ કરવા ત્રણ ગણા ભારતીયો આતુર
ગોદરેજ સીક્યોરિટી સોલ્યુશન્સે તાજેતરમાં હાથ ધરેલા સર્વે ‘કોકૂન ઇફેક્ટ ઓન હોમ એન્ડ હેલ્થ- સીક્યોરિટી ’માં ઘર અને આરોગ્યની સુરક્ષા વચ્ચેની ભેદરેખા વધારે પાતળી થઈ હોવાની અને ટેકનોલોજીમાં રોકાણમાં પરિવર્તન થયું હોવાની જાણકારી મળી
મુંબઈ, જ્યારે દેશમાં કોવિડના કેસોમાં વધારો થઈ રહ્યો છે તથા વિવિધ રાજ્ય સરકારો એના પર નિયંત્રણ અને અંકુશ મેળવવા જુદાં જુદાં પગલાની જાહેરાત કરી રહી છે, ત્યારે ગોદરેજ સીક્યોરિટી સોલ્યુશને એનો તાજેતરમાં હાથ ધરેલો અભ્યાસ ‘કોકૂન ઇફેક્ટ ઓન હોમ એન્ડ હેલ્થ સેફ્ટી’ જાહેર કર્યો છે.
અભ્યાસમાં જાણકારી મળી હતી કે, ત્રણ-ચતુર્થાંશથી વધારે ભારતીયો (76.99 ટકા) હવે ઘરે તેમના સ્વાસ્થ્ય અને સુખાકારીનો મુખ્યત્વે વિચાર કરે છે અને ફક્ત 23.01 ટકા પ્રાથમિકતા તરીકે ચીજવસ્તુઓને સુરક્ષિત રાખવાને પ્રાથમિકતા આપે છે.
આ આંકડા રોગચાળા અગાઉના ઘરની સલામતીના અમારા વિચારથી એકદમ વિરોધાભાસી છે. રોગચાળા અગાઉ બહુમતી (51.49) લોકોએ ઘરમાં તેમની મુખ્ય ચિંતાને મિલકત અને ચીજવસ્તુઓની સલામતી ગણાવી હતી તથા 48.05 ટકા લોકોએ સ્વાસ્થ્ય અને સુખાકારીને તેમની પ્રાથમિકતા ગણાવી હતી.
વળી ભારતીયોની ખરીદીની પ્રાથમિકતાઓમાં પણ આ ‘પરિવર્તન’ જોવા મળ્યું હતું. કોવિડ-19 રોગચાળા અગાઉ ચોથા ભાગથી વધારે લોકો (26.34 ટકા)એ જણાવ્યું હતું કે, તેઓ કન્ઝ્યુમર ઉત્પાદનોની યાદીમાંથી સ્માર્ટફોન કે ટેબ્લેટની ખરીદીને ‘સૌથી વધુ પસંદ’ કરે છે. આ યાદીમાં કિચન એપ્લાયન્સિસ (19.26 ટકા), જ્વેલરી (16.0 ટકા) અને યુવી સ્ટરિલાઇઝર્સ જેવા હેલ્થ ઉપકરણો (12.83 ટકા)ને પસંદગી મળી હતી.
રોગચાળા પછી 46.35 ટકા ભારતીયોની પ્રાથમિક ખરીદી હેલ્થ ઉપકરણો બની ગયા છે, એના પછી સ્માર્ટફોન્સ/ટેબ્લેટ્સ (15.86 ટકા) તથા એલેક્સા અને ગૂગલ હોમ જેવી હોમ એન્ટરેઇન્મેન્ટ સિસ્ટમ્સનું સ્થાન છે. અભ્યાસમાં એવી જાણકારી પણ મળી હતી કે, 61 ટકા ભારતીય મહિલાઓએ ઘર અને સ્વાસ્થ્યની સુરક્ષાના માપદંડો, પ્રોડક્ટના ફાયદા અને વપરાશક્ષમતા તથા સક્ષમ ઓથોરિટી પાસેથી સર્ટિફિકેશન્સની તેમની સમજણ વધારવામાં લીડ લીધી છે.
આ સંશોધન પર ગોદરેજ સીક્યોરિટી સોલ્યુશન્સના વાઇસ પ્રેસિડન્ટ મેહેરનોશ પીઠાવાલાએ સમજાવ્યું હતું કે, સંશોધન રોગચાળાની તેમજ એના પગલે લાગુ નિયંત્રણો અને લોકાડાઉનની આરોગ્યની સલામતી અને સુરક્ષા પર ભારતીયોને થયેલી અસરનો તાગ મેળવવા માટે હાથ ધરવામાં આવ્યો હતો.
તેમણે કહ્યું હતું કે, “રોગચાળાને પગલે મોટા પરિવર્તનો જોવા મળે છે. ઘરમાં ‘સલામત અને સ્વસ્થ’ હોવાના સંદર્ભમાં મિલકત અને ચીજવસ્તુઓની સાથે વ્યક્તિગત સ્વચ્છતા અને સુખાકારી પણ સામેલ થયા છે. રોગચાળો નાગરિકો વચ્ચે કોકૂન ઇફેક્ટ થઈ છે. એના પગલે નાગરિકોને તેમના ઘર અને સ્વાસ્થ્યની સુરક્ષાની સજ્જનું પુનઃમૂલ્યાંકન કરવા અને એના પર ધ્યાન કેન્દ્રિત કરવાની ફરજ પડી છે.”
શ્રી મેહેરનોશ પીઠાવાલાએ ઉમેર્યું હતું કે, આ મુદ્દાઓ પર ઘરના માલિકોનો ‘ઓછી સુરક્ષા’ની ભાવનામાંથી સકારાત્મકતા ઊભી થઈ છે. તેમણે કહ્યું હતું કે, “જ્યારે મિલકતની વાત આવે છે, ત્યારે લોકોની સલામતી અને સુરક્ષાના મહત્વની જાગૃતિ વચ્ચે નોંધપાત્ર ફરક હંમેશા જોવા મળે છે તથા એને સુનિશ્ચિત કરવા અનુકૂળ ઉપકરણની ખરીદી જરૂરી છે.
સાધારણ માનસિકતા સુરક્ષા પ્રત્યે વ્યક્તિ બહારથી અંદર તરફનો અભિગમ ધરાવતો હતો, જેમાં વ્યક્તિ અગાઉ સુરક્ષિત જીવન માટે સરકાર, સંસ્થાઓ કે રહેણાક કલ્યાણકારક સંગઠનોને જવાબદાર ગણતી હતી. અમારા સંશોધનમાં જાણકારી મળી છે કે, ભારતની ‘ઓછી સુરક્ષા’ માટેના અભિગમમાં મોટું પરિવર્તન આવ્યું છે, જેમાં ગ્રાહકોએ હવે અંદરથી બહાર તરફનો અભિગમ અપનાવ્યો છે તેમજ ઘર અને સ્વાસ્થ્યની સુરક્ષાની જવાબદારી લીધી છે.”
અભ્યાસમાં એવો ખુલાસો પણ થયો હતો કે, અત્યારે અડધાથી ઓછા લોકો (48.88 ટકા) તેમના ઘર માટે હાયજીન અને સેનિટાઇઝિંગ ઇક્વિપમેન્ટ પર રૂ. 25,000 સુધીનો ખર્ચ કરવા ઇચ્છે છે.
તેમણે ઉમેર્યું હતું કે, “કેટલાંક દાયકાઓથી ભારતીય ઘરનું રક્ષણ કરતી એક વિશ્વસનિય બ્રાન્ડ તરીકે દરેક ભારતના ઘર અને સ્વાસ્થ્યની સુરક્ષા માટેની લડતમાં દેશને ટેકો આપવા અમને વ્યૂહાત્મક પગલાં લેવાની ફરજ પડી હતી. બજારની જરૂરિયાતો પૂરી પાડવા અમે હેલ્થ સીક્યોરિટી પોર્ટફોલિયોમાં વિવિધતા લાવ્યાં હતાં અને અનેક ઉત્પાદનો પ્રસ્તુત કર્યા હતા
– જેમાં ભારતની પ્રથમ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઇસીએમઆર) સર્ટિફાઇડ પ્રોડક્ટ અને આપણી રોજિંદી ચીજવસ્તુઓને સેનિટાઇઝ કરતા યુવી કેસ, સેનિટાઇઝર ડિસ્પેન્સર સાથે વિગી-ગાર્ડ ટર્નસ્ટાઇલ અને શરીરના તાપમાનમાં વધારાની ચકાસણી કરવા ડ્યુઅલ સેન્સર થર્મલ કેમેરા સામેલ છે, જે ભારતને આરોગ્યની સુરક્ષા સુનિશ્ચિત કરવા નવા માપદંડો અપનાવવા મદદરૂપ થશે.”
ગોદરેજ સીક્યોરિટી સોલ્યુશન્સને હોમ અને હેલ્થ સીક્યોરિટી ઉત્પાદનોની સ્વીકાર્યતાના દર અને માગને ધ્યાનમાં રાખીને દેશમાં નાણાકીય વર્ષ 2021-22માં હેલ્થ અને હોમ સીક્યોરિટીનું કુલ બજાર 20 ટકાના સીએજીઆર સાથે આશરે રૂ. 450 કરોડનું થઈ જશે એવો અંદાજ છે.