રોગ પ્રતિકારક શક્તિ વર્ધક હોમીઓપેથી ઔષધનું સેવન કરાવવામાં આવ્યું

ગણવેશ ધારી દળોના કોરોના લડવૈયાઓને રોગ પ્રતિકારક શક્તિ વર્ધક હોમીઓ ઔષધનું સેવન કરાવવામાં આવ્યું…
વડોદરા તા.૧૭ એપ્રિલ, ૨૦૨૦ (શુક્રવાર) જિલ્લા આયુર્વેદ અધિકારી ડો.સુધીર જોશીએ આજે એક અનોખી પહેલના રૂપમાં શહેરના હાર્દ રૂપ વિસ્તારો માં ફરજ બજાવતા ગણવેશ ધારી દળોના જવાનોને રોગ પ્રતિકારક શક્તિ વધારતા હોમિઓ ઔષધ આર્સેનિક આલ્બનું સેવન કરાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે હાલમાં માંડવી,પાણીગેટ અને વાડી જેવા વિસ્તારોમાં શહેર પોલીસના જવાનોની સાથે બી.એસ.એફ.અને આર. એ.એફ. ના જવાનો કોરોના યોદ્ધા તરીકે ફરજ બજાવી રહ્યા છે.કોરોના સામે તેમના આરોગ્યનું રક્ષણ થવું જરૂરી છે.કોરોના નો પ્રતિકાર કરવા માટે સારી રોગ પ્રતિકારક શક્તિ અગત્ય નું પરિબળ છે.જેને અનુલક્ષીને ડો.જોશીએ જીવંત નિદર્શન દ્વારા કોરોના થી બચાવની સાવચેતી અને યોગ્ય આહાર વિહારની સમજ આપી હતી. તેમણે સરકારી હોમીઓપેથી હોસ્પિટલના તબીબ ડો.ગોપાલ પંચાલના સહયોગ થી જવાનોને રોગ પ્રતિકારક શક્તિ વધારતા હોમીઓ ઔષધનું સેવન કરાવ્યું હતું અને સ્વાસ્થ્ય રક્ષાની શુભકામનાઓ પાઠવી હતી.