Western Times News

Gujarati News

રોજગારી પોર્ટલમાં ૭૦ લાખની નોંધણી: નોકરી ફક્ત ૭૭૦૦ને

દરજી, ઇલેક્ટ્રિશિયન, સિલાઇ મશીન ઓપરેટર, ફિલ્ડ ટેક્નિશિયન અને મિસ્ત્રી ક્ષેત્રમાં નોકરી મેળવનારા બેકારો

નવી દિલ્હી, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જુલાઈમાં લોન્ચ જોબ પોર્ટલ પર અત્યાર સુધીમાં ૭૦ લાખ બેરોજગારોએ નોંધણી કરાવી છે. લૉકડાઉન દરમિયાન નોકરી ગુમાવનારા યુવાનોને કામ કે નોકરી આપવાની ઑફર કરાઇ હતી. છેલ્લા ચાલીસ દિવસમાં આ પોર્ટલ પર આશરે સિત્તેર લાખ રજિસ્ટ્રેશન થયા હતાં. મજાની વાત એ છે કે એમાંથી ફક્ત ૭૭૦૦ યુવાનોને નોકરી- કામ મળ્યું છે. ચાલુ માસની ૧૪મીથી ૨૧મી વચ્ચે સાત લાખ યુવાનોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. એમાંથી ફક્ત ૬૯૧ યુવાનોને નોકરી મળી હતી. સ્કીલ ડેવલપમેન્ટ એન્ડ આંત્રપ્રિન્યોરશીપ મંત્ર્યાલયે પ્રગટ કરેલા આંકડા મુજબ મંત્રાલયના પોર્ટલ પર ત્રણ લાખ સિત્તેર હજાર યુવાનોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. એમાંથી ફક્ત બે ટકા યુવાનોને નોકરી મળી હતી.

આ મંત્ર્યાલયે વધુમાં જણાવ્યા મુજબ છેલ્લા ચાલીસ દિવસમાં આશરે ૭૦ લાખ યુવાનોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. એમાંથી ફક્ત ૭૭૦૦ યુવાનોને નોકરી મળી હતી. આ પોર્ટલ શિક્ષિત બેકાર યુવાનોને મદદ કરવા માટે તૈયાર કરવામાં આવ્યું હતું. થોડા થોડા સમયે મંત્ર્યાલય આ બાબતમાં પગલાં લેતું હતું. આ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવનારા ફક્ત ઇમિગ્રન્ટ શ્રમિકો નહોતા. એમાં દરજી, ઇલેક્ટ્રિશિયન, સિલાઇ મશીન ઓપરેટર, ફિલ્ડ ટેક્નિશિયન અને મિસ્ત્રી ક્ષેત્રમાં નોકરી મેળવનારા બેકારો મુખ્ય હતા. મંત્ર્યાલયે જણાવ્યા મુજબ કુરિયર ડિલિવરી મેન, નર્સ, ક્લીનર અને માર્કેટિંગ આસિસ્ટન્ટની માગ વધુ હતી. કર્ણાટક, દિલ્હી, હરિયાણા, તેલંગાણા અને તામિલનાડુના આંકડા જોતાં ખ્યાલ આવતો હતો કે લૉકડાઉન અને કોરોનાના પગલે વતનમાં ચાલ્યા ગયેલા શ્રમિકોની ગેરહાજરીના પગલે આ રાજ્યોમાં સ્કીલ્ડ (કુશળ) શ્રમિકોની ભારે તંગી હતી. વિવિધ ક્ષેત્રોમાં કુશળ કામગાર સહેલાઇથી મળતાં નહોતાં. બીજી બાજુ લાખો યુવાનો કામ માટે ટળવળતા હતા. આ એક વિચિત્ર પરિસ્થિતિ હતી.SSS

Click link to download full Western Times (Ahmedabad Gujarati) epaper pdf


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.