રોજગારી માટે સુરત આવેલા પરપ્રાંતિય યુવકને મળ્યું મોત
![](https://westerntimesnews.in/wp-content/uploads/2020/10/sucide-scaled.jpg)
Files Photo
સુરત, શહેરના સચિન વિસ્તારમાં એક યુવકને તાલીબાની સજા આપવામાં આવી છે. રોટીની તલાશમાં આવેલા મહારાષ્ટ્રના યુવકને ચોર સમજી થાંભલે બાંધીને માર મારવામાં આવ્યો હતો. તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત થયું હતુ. જાેકે, પોલીસે આ મામલે હત્યાનો ગુનો દાખલ કરી સાત લોકો વિરૂદ્ધ કાર્યવાહી શરૂ કરી છે.
સુરતમાં જાહેરમાં વધુ એક હત્યાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. આ વખતે સુરતના લોકોએ કાયદો હાથમાં લઇ એક યુવકને તાલીબાની સજા આપી છે. સુરતના સચિન વિસ્તારમાં આવેલા શ્રીરામ નગર ખાતે ગતરોજ એક યુવકને સ્થાનિક લોકોએ ચોર સમજીને પકડી લીધો હતો. આ યુવક કાંઈ બોલે તે પહેલા લોકોએ તેને થાંભલે બાંધીને લાકડીના ફટકા અને મુક્કાઓનો વરસાદ કર્યો હતો. જેના કારણે યુવકનું ઘટનાસ્થળે જ કરુણ મોત થયું હતું.
પોલીસને આ ઘટનાની જાણકારી મળતા તે તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આ મામલે તપાસ શરૂ કરી હતી. ત્યારે મરનાર યુવક મહારાષ્ટ્રથી રોજીરોટીની તલાશમાં સુરતના સચિન ખાતે આવ્યો હતો. મૃતક મિલમાં મજૂરી કરી પોતાના પરિવારને આર્થિક મદદ કરવાનું વિચારી રહ્યો હતો. જાેકે, યુવક આવીને કામ ધંધાની શોધ કરે તે પહેલા જ લોકોએ તેને ચોર સમજીને પકડી પાડી માર મારતાં તેનું મોત થયું હતું.
પોલીસે આ મામલે યુવકનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપી હત્યાનો બનાવનો ગુનો દાખલ કરી લોકો વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કર્યો હતો. આ લોકને પકડી પાડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.
જાેકે, યુવકના મોતના પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. નોંધનીય છે કે, સુરતમાં લોકો અલગ-અલગ રાજ્યોમાંથી આવી અને અહીંયા વસતા હોય છે ત્યારે આ યુવક રોજીરોટીની તલાશમાં તો આવ્યો પણ અહીંયા તેને રોજીરોટી નહીં પણ મોત મળ્યું. જાેકે સમગ્ર મામલાને લઇને પોલીસ ટૂંક સમયમાં આરોપીઓની ધરપકડ કરશે તેમ પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે.HS