રોજગારી વધશેઃ 47 ટકા ભારતીય કંપનીઓ વધારે ભરતી કરવા આતુર
કેલેન્ડર વર્ષ 2022નાં પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં ફ્રેશર્સની ભરતી કરવા માટે કંપનીનો ઇરાદો 30 ટકા વધ્યો, ટીમલીઝ એડટેકનું તારણ
· જાન્યુઆરીથી જૂન, 2022 દરમિયાન ફ્રેશર્સની ભરતી કરવાનો ઇરાદો ધરાવતા ટોપ 3 ક્ષેત્રો
o ઇન્ફોર્મેશન ટેકનોલોજી: 57% (સર્વેમાં સામેલ તમામ ઇન્ફોર્મેશન ટેકનોલોજી કંપનીઓનાં સપ્રમાણ)
o ટેલીકમ્યુનિકેશન્સ: 43% (સર્વેમાં સામેલ તમામ ટેલીકમ્યુનિકેશન્સ કંપનીઓ)
o ઇકોમર્સ અને ટેકનોલોજી સ્ટાર્ટઅપ્સ: 41% (સર્વેમાં સામેલ તમામ ઇકોમર્સ અને ટેકનોલોજી સ્ટાર્ટઅપ્સના સપ્રમાણ)
ભારતની અગ્રણી લર્નિંગ સોલ્યુશન્સ પ્રોવાઇડર ટીમલીઝ એડટેકએ આજે જાન્યુઆરીથી જૂન, 2022 માટે તેનો ફ્લેગશિપ “કેરિયર આઉટલૂક રિપોર્ટ” પ્રસ્તુત કર્યો ચે. આ રિપોર્ટ તમામ ક્ષેત્રો અને વિસ્તારોમાં ફ્રેશર્સની ભરતી કરવા સાથે સંબંધિત સેન્ટિમેન્ટનું ઊંડું વિશ્લેષણ પ્રદાન કરે છે.
આ સંશોધન મુજબ, વર્ષ 2022ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં ગયા વર્ષના પ્રથમ અર્ધવાર્ષિક ગાળાની સરખામણીમાં ફ્રેશર્સની ભરતી કરવાનો ઇરાદો 30 ટકા વધ્યો છે.
જ્યારે ફક્ત 17 ટકા કંપનીઓએ વર્ષ 2021ના બીજા અર્ધવાર્ષિક ગાળામાં ફ્રેશર કર્મચારીઓની સંખ્યા વધારવા આતુર હતી, ત્યારે ચાલુ કેલેન્ડર વર્ષના પ્રથમ અર્ધવાર્ષિક ગાળા (જાન્યુઆરીથી જૂન, 2022)માં 47 ટકા કંપનીઓએ ફ્રેશર્સની ભરતી કરવાનો ઇરાદો વ્યક્ત કર્યો છે.
આ દ્રષ્ટિએ ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી ટોચનું ક્ષેત્ર બન્યું છે (જેમાં 57 ટકા કંપનીઓએ ભરતી કરવાનો ઇરાદો વ્યક્ત કર્યો છે). શહેરોની દ્રષ્ટિએ જોઈએ તો, બેંગાલુરુ ફ્રેશર્સ માટે સૌથી મનપસંદ શહેર તરીકે બહાર આવ્યું છે, જ્યાં 59 ટકા કંપનીઓએ તેમની ભરતી વધારવા આતુરતા દાખવી છે.
ઉપરાંત મુંબઈ (43 ટકા) અને દિલ્હી (39 ટકા) ફ્રેશર્સ માટે ટોચના શહેરો બન્યાં છે. આઇટી ઉપરાંત ભરતી કરવા સાથે સંબંધિત સેન્ટિમેન્ટમાં વધારો ધરાવતું અન્ય એક ક્ષેત્ર હોસ્પિટાલિટી અને ટ્રાવેલ (2 ટકા) છે.
મુખ્ય તારણો
· ભરતી કરવાનો સંપૂર્ણ ઇરાદોઃ 50%-તમામ કેટેગરીઓમાં સરેરાશ
· ફ્રેશર્સની ભરતી કરવાનો વૈશ્વિક ઇરાદોઃ 7%
· જાન્યુઆરીથી જૂન, 2022ના ગાળામાં ફ્રેશર્સની ભરતી કરવાનો ઇરાદો વધીને 47 ટકા થયો – જે જુલાઈથી ડિસેમ્બર, 2021ના ગાળાના ઇરાદાથી 30 ટકા વધ્યો છે
· ભારતમાં રોજગારી મેળવવા ઇચ્છતાં લોકો – ફ્રેશ કે અનુભવી –ની ભરતી કરવાનો ઇરાદો વધીને 50 ટકા થયો છે, જે ગયા વર્ષના સમાન ગાળામાં 31 ટકા હતો. આ આશાવાદી સુધારો છે અને મહામારીના ગાળાથી અત્યાર સુધી આર્થિક કામગીરીઓમાં નોંધપાત્ર સુધારાનો સંકેત આપે છે.
· ફ્રેશર્સ રોજગારી મેળવી શકે છે એવી ટોચની ભૂમિકાઓઃ ડિજિટલ માર્કેટિંગ એક્ઝિક્યુટિવ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એન્જિનીયર, ટેકનિકલ રાઇટર, ફૂલ સ્ટેક ડેવલપર અને સપ્લાય ચેઇન એનાલીસ્ટ.
· કંપનીઓ ફ્રેશર્સ પાસે આ ક્ષેત્રમાં કુશળતાઓની સૌથી વધુ અપેક્ષા રાખે છેઃ ડેટા એનાલીટિક્સ, ઇન્વેસ્ટમેન્ટ બેંકિંગ, સાયબર સુરક્ષા, એઆર/વીઆર અને કન્ટેન્ટ રાઇટિંગ
· કંપનીઓ ફ્રેશર્સ પાસે આ સોફ્ટ સ્કિલ્સની સૌથી વધુ અપેક્ષા રાખે છેઃ એનાલીટિકલ થિંકિગ અને ઇનોવેશન, સ્ટ્રેસ્સ મેનેજમેન્ટ, કમ્યુનિકેશન સ્કિલ્સ, ઇમોશનલ ઇન્ટેલિજન્સ અને પોઝિટિવ એટિટ્યૂડ.
· માગમાં હોય એવા અભ્યાસક્રમો, જેથી ફ્રેશર્સ તેમની રોજગારદક્ષતા વધારી શકે છે: ડિજિટલ માર્કેટિંગ, ડેટા એડમિનિસ્ટ્રેશન, એઆઈ અને ડેટા સાયન્સમાં વિવિધ અભ્યાસક્રમો
· આઇઓટી સોલ્યુશન્સ આર્કિટેક્ટ માટે સૌથી વધુ માગ મુંબઈમાં (66%) અને બેંગલોરમાં ફૂલ સ્ટેક ડેવલપરની સૌથી વધુ માગ (64%)
· જાન્યુઆરીથી જૂન, 2022 દરમિયાન ફ્રેશર્સની ભરતી કરવાનો ઇરાદો ધરાવતા ટોપ 3 ક્ષેત્રો
o ઇન્ફોર્મેશન ટેકનોલોજી: 57% (સર્વેમાં સામેલ તમામ ઇન્ફોર્મેશન ટેકનોલોજી કંપનીઓનાં સપ્રમાણ)
o ટેલીકમ્યુનિકેશન્સ: 43% (સર્વેમાં સામેલ તમામ ટેલીકમ્યુનિકેશન્સ કંપનીઓ)
o ઇકોમર્સ અને ટેકનોલોજી સ્ટાર્ટઅપ્સ: 41% (સર્વેમાં સામેલ તમામ ઇકોમર્સ અને ટેકનોલોજી સ્ટાર્ટઅપ્સના સપ્રમાણ)
· જાન્યુઆરીથી જૂન, 2022 દરમિયાન ફ્રેશર્સની ભરતી કરવાનો ઇરાદો ધરાવતા ટોપ 3 શહેરો
o બેંગલોર: 59% (બેંગલોરમાં સર્વે થયેલી તમામ કંપનીઓમાં સપ્રમાણ)- 16%નો વધારો
o મુંબઈ: 43% (મુંબઈમાં સર્વે થયેલી તમામ કંપનીઓમાં સપ્રમાણ)-12%નો વધારો
o દિલ્હી: 39% (દિલ્હીમાં સર્વે થયેલી તમામ કંપનીઓમાં સપ્રમાણ)-12%નો વધારો
· આ ગાળામાં ફ્રેશર્સની ભરતી કરવાના ઇરાદામાં ઘટાડો થયો હોય એવા શહેરોઃ પૂણે, ગુરગાંવ, ચંદીગઢ, નાગપુર, ઇન્દોર અને કોઇમ્બતૂર
· આ ગાળામાં આઇટીમાં ભરતી કરવાના ઇરાદમાં 26 ટકા સુધીનો વધારો થયો (57% vs 31%)
· ફ્રેશર્સ માટે રોજગારીના બજારમાં આઇટી ક્ષેત્રનું પ્રભુત્વ, 31 ટકા એન્ટ્રી-લેવલ જોબ્સ ઓફર કરી
· જે ક્ષેત્રોમાં ભરતી કરવાનાં ઇરાદામાં ઘટાડો થયો છેઃ બાંધકામ અને રિયલ એસ્ટેટ, કૃષિ અને કૃષિરસાયણો, રિટેલ (બિનઆવશ્યક), એફએમસીજી, માર્કેટિંગ એન્ડ એડવર્ટાઇઝિંગ તથા મીડિયા અને મનોરંજન
· હોસ્પિટાલિટી અને ટ્રાવેલએ ભરતી કરવાનો 2 ટકા ઇરાદો વ્યક્ત કર્યો હતો, પણ નીચો રેન્જ જાળવી રાખ્યો
ટીમલીઝ એડટેકના સ્થાપક અને સીઇઓ શ્રી શાંતનુ રુજે ઇકોસિસ્ટમ પર તેમનો અભિપ્રાય આપતાં કહ્યું હતું કે, “આ સારી બાબત છે કે, મહામારીના સતત પડકારો હોવા છતાં કંપનીઓ વૃદ્ધિને આગળ વધારવા ફ્રેશર્સની ભરતી જાળવી રાખવાનો ઝુકાવ ધરાવે છે. ભરતી કરવા સાથે સંબંધિત સેન્ટિમેન્ટમાં 30 ટકાનો વધારો આ વૃદ્ધિનું પ્રતિબિંબ છે. આર્થિક કામગીરીમાં સુધારો અને વૃદ્ધિ પર ધ્યાન કેન્દ્રિત કરવું – આ બંને વૃદ્ધિ તરફ દોરી જતાં ચાવીરૂપ કારણો છે.”
શ્રી રુજે ઉમેર્યું હતું કે, “એકેડેમિક મોરચે સ્કિલ ગેપ ભરીને કુશળતા સાથે સજ્જ પ્રતિભાશાળી લોકોને ઊભા કરવા માટે જે વિવિધ પહેલો હાથ ધરવામાં આવી છે, તે ભરતીમાં સકારાત્મકતા પણ લાવે છે. યુનિવર્સિટીઓ ટેકનોલોજીનો વધારે સ્વીકાર કરી રહી છે તથા રોજગારલક્ષી શિક્ષણ અને તાલીમ સાથે સંબંધિત ડિગ્રીઓ આધારિત કુશળતાઓનો સમન્વય કરે છે, જે આપણી યુવા પેઢીને સક્ષમ બનાવશે તેમજ ફ્રેશર્સમાં કોર્પોરેટનો વિશ્વાસ વધારશે..”
કંપનીઓ જે પ્રકારની કુશળતાઓ ઇચ્છે છે તે વિશે રિપોર્ટ જણાવે છે કે, કંપનીઓ ડેટા એનાલીટિક્સ, ઇન્વેસ્ટમેન્ટ બેંકિંગ, સાયબર સુરક્ષા, એઆર/વીઆર અને કન્ટેન્ટ રાઇટિંગની કુશળતા ધરાવતા લોકોની સૌથી વધુ ભરતી કરશે, તો ડિજિટલ માર્કેટિંગ એક્ઝિક્યુટિવ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એન્જિનીયર, ટેકનિકલ રાઇટર, ફૂલ સ્ટેક ડેવલપર અને સપ્લાય ચેઇન એનાલિસ્ટની માગ સૌથી વધુ હશે.
ફ્રેશર્સને ઉચિત રોજગારીઓ મળે એ માટે આવશ્યક કુશળતાઓ પર પોતાનો અભિપ્રાય આપતાં ટીમલીઝ એડટેકના સહ-સ્થાપક અને પ્રેસિડન્ટ સુશ્રી નીતિ શર્માએ કહ્યું હતું કે, “અમારો રિપોર્ટ સંકેત આપે છે કે, કંપનીઓ કેવા પ્રકારની ટેકનિકલ કુશળતાઓ ધરાવતા ફ્રેશર્સની ભરતી કરવા આતુર છે.
જોકે અમે છેલ્લાં થોડાં વર્ષોમાં રસપ્રદ પરિવર્તન જોયું છે. અત્યારે સોફ્ટ સ્કિલ્સ પર એટલું જ ધ્યાન આપવામાં આવ્યું છે. હકીકતમાં કંપનીઓ કર્મચારીઓની ભરતી દરમિયાન હાર્ડ સ્કિલ્સ જેટલું જ કે એનાથી વધારે ધ્યાન સોફ્ટ સ્કિલ્સ પર આપે છે. જ્યારે ફ્રેશર્સની ભરતી કરવાની વાત આવે છે, ત્યારે કંપનીઓ એવા ઉમેદવારો મેળવવા ઇચ્છે છે, જેઓ એનાલીટિકલ થિંકિંગ અને ઇનોવેશન, સ્ટ્રેસ્સ મેનેજમેન્ટ, કમ્યુનિકેશન સ્કિલ્સ, ઇમોશનલ ઇન્ટેલિજન્સ અને પોઝિટિવ એટિટ્યૂટ જેવી કુશળતાઓ સાથે સજ્જ હોય.”
કેરિયર આઉટલૂક રિપોર્ટ એક વિસ્તૃત વિશ્લેષણ છે, જે કંપનીઓના વિશ્વાસ અને તેમની કંપનીઓમાં વિવિધ ભૂમિકાઓ માટે ફ્રેશ ઉમેદવારોની ભરતી કરવાના તેમના સંવર્ધિત ઇરાદા પર પ્રકાશ ફેંકે છે. રિપોર્ટ તમામ ક્ષેત્રો અને વિસ્તારોમાં ભરતી કરવા સાથે સંબંધિત સેન્ટિમેન્ટનું વિશ્લેષણ કરે છે.
આ રિપોર્ટનો આશય ફ્રેશર્સને માર્ગદર્શન અને માહિતી પ્રદાન કરવાનો પણ છે કે તેઓ જાન્યુઆરીથી જૂન, 2022ના ગાળા દરમિયાન રોજગારીના બજારમાં શું અપેક્ષા રાખી શકશે. રિપોર્ટ આ ભૂમિકાઓ માટે આવશ્યક કુશળતાઓ (મુખ્ય અને સંલગ્ન) તથા રોજગારીની ભૂમિકાઓમાં માગ વિશે જાણકારી આપે છે.
રિપોર્ટ અગ્રણી કુશળતાઓ વધારતા અભ્યાસક્રમો પર પણ પ્રકાશ ફેંકે છે, જે આ ભૂમિકાઓમાં કામ કરવા ઇચ્છતાં લોકો માટે રોજગારદક્ષતામાં પ્રોત્સાહક પરિબળ તરીકે કામ કરી શકે છે. રિપોર્ટ બજારની માહિતી પૂરી પાડવાનો ઇરાદો પણ ધરાવે છે, જે ફ્રેશર્સને બજારના વર્તમાન પ્રવાહો સાથે વાકેફ રાખવામાં પણ મદદરૂપ થાય છે.