Western Times News

Gujarati News

રોજગાર કચેરી દ્વારા દિવ્યાંગ વ્યકિ્તઓના કલ્યાણ માટે પારિતોષિકની અરજીઓ મંગાવાઇ

File

વર્ષ-૨૦૨૦ના નીચે દર્શાવેલ કેટેગરીમાં રાષ્ટ્રીય અને રાજય કક્ષાના દિવ્યાંગ પારિતોષિકો મેળવવા માટે મદદનીશ નિયામક (રોજગાર) કચેરી, અમદાવાદ દ્વારા અરજીઓ મંગાવવામાં આવેલ છે. (૧) શ્રેષ્ઠ કાર્યક્ષમ દિવ્યાંગ કર્મચારીઓ/ સ્વરોજગા૨ કરતી દિવ્યાંગ વ્યકિતઓ (૨) દિવ્યાંગોને નોકરી રાખનાર શ્રેષ્ઠ નોકરીદાતાઓ તથા (3) દિવ્યાંગ વ્યકિતઓને થાળે પાડવાની કામગીરી કરતાં પ્લેસમેન્ટ ઓફીસર્સ રાષ્ટ્રીય કક્ષા તેમજ રાજ્ય કક્ષાના પારિતોષિક માટેની અરજી નિયત નમૂનામાં અલગ- અલગ રજૂ કરવાની રહેશે.

દિવ્યાંગ પારિતોષિક માટેની અરજીઓનો નમૂનો ખાતાની વેબસાઇટ www.talimrojgar.gujarat.gov.in ઉપરથી અથવા મદદનીશ નિયામક (રોજગાર) કચેરી,અમદાવાદમાંથી વિના મૂલ્યે” તા.૧૯/૦૮/૨૦૨૦ સુધીમાં મળી શકશે.  અરજી સાથે ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાતનાં પ્રમાણપત્રો, છેલ્લા ત્રણ માસની અંદરનું દાક્તરી પ્રમાણપત્ર અને અન્ય સંબંધિત તમામ પ્રમાણપત્રો, ખોડ દર્શાવતા પોસ્ટ કાર્ડ સાઈઝના ફોટા સહિત બિડાણમાં સામેલ રાખવાના રહેશે. નોકરીદાતા તેમ જ પ્લેસમેન્ટ ઓફિસરે પણ ફોર્મમાં દર્શાવેલ કોલમ મુજબની પુરેપુરી વિગતો જણાવવાની રહેશે. તેમજ તેને સંબંધિત જરૂરી બિડાણો અચૂક સામેલ કરવાના રહેશે.

ભરેલા અરજી પત્રકો સાધનિક દસ્તાવેજો સહિત બે નકલમાં મદદનીશ નિયામક (રોજગાર) કચેરી, અમદાવાદની કચેરીમાં મોડામાં મોડા તા. ૨૧/૦૮/૨૦૨૦ સુધીમાં રૂબરૂ અથવા ટપાલ દ્વારા મળી જાય તે રીતે મોકલી આપવાના રહેશે. અધૂરી વિગતવાળી, નિયત સમય મર્યાદા બાદની આવેલ અરજી રોજગાર કચેરી ખાતે સ્વીકારવામાં આવશે નહીં. વધુ માહિતી માટે જરૂર જણાય તો મદદનીશ નિયામક (રોજગાર) કચેરી, અમદાવાદનો સંપર્ક સાધવા મદદનીશ નિયામક(રોજગાર)ની કચેરી, અમદાવાદની અખબારી યાદીમાં જણાવાયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.