રોજ ૨૭ કરોડ લીટર દરિયાનું પાણી મીઠુ બનાવવાની તૈયારી

Files Photo
ચાર સ્થળોએ ડિ-સેલીનેશન પ્લાન્ટ સ્થાપિત થશે
અમદાવાદ: ગુજરાતમાં સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારના દરિયાકિનારે દેવભૂમિ દ્વારકા, ભાવનગર, કચ્છ અને ગીર સોમનાથ જિલ્લામાં કુલ ૪ સી વોટર ડિસેલીનેશન પ્લાન્ટ સ્થાપવા માટે રાજ્ય સરકારે એક સ્પેશિયલ પર્પઝ વ્હીકલ એસપીવી સાથે સમજૂતિ કરાર કર્યા છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં ગુજરાત સરકારના પાણી પુરવઠા વિભાગ હસ્તકની ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ અને મુંબઈની શાપુરજી પાલનજી એન્ડ કંપની તથા એકવાટેક સિસ્ટમ એશિયા પ્રાયવેટ લિમિટેડની જાઇટ વેન્ચર એપીવી વચ્ચે આ કરાર સંપન્ન થયા છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યવ્યાપી વોટર ગ્રીડ તથા નર્મદાના એકમાત્ર પીવાના પાણીના સોર્સ પર અવલંબિત રહેવાને બદલે ૧૬૦૦ કિમી વિશાળ દરિયાકાંઠે ડિસેલીનેશન પ્લાન્ટ સ્થાપીને દરિયાના ખારા પાણીને પીવાલાયક મીઠા પાણી બનાવી જળ સલામતિ પ્રદાન કરવાનો જે અભૂતપૂર્વ નિર્ણય કર્યો છે તેની પુષ્ટિ કરતા આ કરાર કરવામાં આવ્યા છે. ગુજરાત સરકારે આ એસપીવી સાથે જે કરાર કર્યા છે તે મુંબઈ ૪ સ્થળોએ ડિસેલીનેશન પ્લાન્ટ કાર્યરત કરવામાં આવશે.
તદઅનુસાર, દેવભૂમિ દ્વારકા જિલ્લના ગાંધવી ગામ નજીક રોજના ૭ કરોડ લીટર, ભાવનગરના ઘોઘા નજીક દૈનિક ૭ કરોડ લીટર તેમજ કચ્છના માંડવી તાલુકાના ગુંદીયાલી ગમ પાસે ૧૦ કરોડ લીટર અને ગીર સોમનાથ સુત્રાપાડા તાલુકાના વડોદરા ઝાલા ગામ પાસે ૩ કરોડ લીટર પ્રતિદિન સમુદ્રના ખારા પાણીને પીવા લાયક બનાવતા ડિસેલીનેશન પ્લાન્ટ સ્થાપના છે. આ ચારેય પ્લાન્ટની સ્થાપનાના પ્રોજેક્ટને આનુષાંગિક જરૂરી પર્યાવરણીય તથા અન્ય પરવાનગીઓ એસપીવીએ મેળવવાની રહેશે અને રાજ્ય સરકાર તે હેતુસર સહયોગ કરશે. અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, આવી પરવાનગી મળ્યા બાદ પ્લન્ટની બધી જ કામગીરી બે વર્ષમાં પૂર્ણ કરી તમામ પ્લાન્ટ કાર્યરત કરાશે.