રોટરી ક્લબ ઓફ ગાંધીનગરની ૩૦૫૪ના ડીસ્ટ્રીક્ટ ગવર્નરે મુલાકાત લીધી
રોટરી ક્લબ ઓફ ગાંધીનગર ખાતે ગવર્નર ઓફિસિઅલ વિઝિટ યોજાઈ જેમાં રોટરી ઈંટરનેશનલ ડીસ્ટ્રીક્ટ ૩૦૫૪ના ફર્સ્ટ લેડી ડીસ્ટ્રીક્ટ ગવર્નરરોટે.બીના દેસાઈ,આસિસ્ટંટ ગવર્નર રોટે. ઊર્મિલ વેદ, પી.ડી.જી રોટે.આશિષ દેસાઈ, આઈ.એ.એસ. ડી,એન પાંડે, બોર્ડ મેમ્બર્સ, રોટરી સભ્યો, રોટ્રેક્ટ્સના યુવાનો, મહેમાનશ્રીઅને પરિવારજનો ખુબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
મુલાકાતનો મુખ્ય ઉદેશ્ય રોટરી ક્લબ ઓફ ગાંધીનગર દ્વારા ૧લી જુલાઈથી કરવામાં આવેલ કાર્યોની માહિતી મેળવી વિવિધ ડોક્યુમેન્ટસની ચકાસણી કરવાનો હતો, જેના ભાગરૂપે બોર્ડ મેમ્બર્સ દ્વારા તેમના કાર્યભાર પ્રમાણે પ્રોજક્ટસની ચર્ચા કરી હતી. શરૂઆતમાં રોટરી ક્લબ ઓફ ગાંધીનગર વતી પ્રમુખુશ્રી રોટે.ધર્મેન્દ્ર પટેલ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું અને સેક્રેટરી રોટે. ભારત જૈન દ્વારા સમગ્રવર્ષ દરમિયાન કરેલ કાર્યોનો અહેવાલ રજુ કર્યો હતો
જેમાં ઉપસ્થિત સૌએ ખુશી અને સંતોષની લાગણી વ્યક્ત કરી હતી. તમામ કામગીરી અને ફીસીઓથેરાપી સેન્ટરની મીલાકત લઇ રોટે.બીના દેસાઈએ રોટરી ક્લબ ઓફ ગાંધીનગરનાં કાર્યોનીસરાહના કરી પ્રેરણાત્મક ઉદબોધન કરી વધુ લોકકલ્યાણના કાર્યો કરવા આહ્વાન કર્યું હતું. રોટરી દ્વારા ચાલતા ફીસીઓથેરાપી સેન્ટરમાં અવિરત સેવા આપતા તમામ કર્મચારીનુંઅને અન્ય લોકોનું મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે હાજર સૌએ ભોજનની મજા માણી હતી, સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન રોટે.ડો.નીના ગણેશન દ્વારા કરવામાં આવ્યું હતું.