Western Times News

Gujarati News

 રોટરી ક્લબ ઓફ ગાંધીનગરનો૩૪મો શપથવિધિ સમારોહ યોજાયો

ગાંધીનગર, રોટરી ક્લબ ઓફ ગાંધીનગરનો ૩૪મો શપથવિધિ સમારોહ રવિવારે સેક્ટર-12 ખાતે સી.એમ.પટેલ નર્સિંગ કોલજના ઓડીટોરીયમ હોલ ખાતે યોજાયો જેમાં રોટરીના સભ્યો, બોર્ડ મેમ્બર્સ, પરિવારજનો, આમંત્રિત મહેમાનો, રોટ્રેક્ટ્સના યુવાનો અને સમાજસેવકો ખુબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. દર વર્ષે રોટરી આંતરાષ્ટ્રીય નિયમઅનુસાર ૧લી જુલાઈ રોટરી વર્ષની શરૂઆત થતી હોય છે ત્યારે રોટરી વર્ષ ૨૦૧૯-20 ના હોદેદ્દારોએ શપથ ગ્રહણ કર્યા હતા.

પ્રમુખપદે વ્યવસાએ સર્વ વિદ્યાલયમાં પ્રોફેસર તરીકે કાર્યરત એવા ડૉ. ધર્મેન્દ્ર પટેલની અને સેક્રેટરી તરીકે ભારત જૈનની વરણી કરવામાં આવી હતી સાથે નવા જોડાયેલ સભ્યો અને નવા બોર્ડ મેમ્બર્સએ પણ શપથગ્રહણ કર્યા હતા. આ વર્ષે ભારતમાં રોટરીના ૧૦૦ વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે ત્યારે ભારતીયતાની થીમ પર સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું.

શપથવિધિ સમારોહમાં મુખ્ય મેહમાન તરીકે કમિશ્નરશ્રી, ડી.એન.પાંડે (આઈ.એ.એસ.), ઈંસ્ટોલેશન ઓફિસર તરીકે પી.ડી.જી. ડૉ. અરુણ પરીખ, ઇન્ડકશન ઓફીસર તરીકે R. I District ૩૦૫૪ઝોન-૬ ના આસિસ્ટન્ટ ગવર્નર રોટે.ઊર્મિલ વેદ, ક્લબ ટ્રેનર રોટે. જીતેન્દ્ર પટેલ અને અન્ય પદાધીકારીયો ઉપસ્થિત રહી પ્રેરણા પૂરી પાડી હતી.કાર્યક્રમમાં અનંત પટેલ દ્વારા સૌનું સ્વાગત કરવામાં આવ્યું હતું

જ્યારે ડૉ. ધર્મેન્દ્ર પટેલ દ્વરા વર્ષ ૨૦૧૮-૧૯ ના કાર્યોનો રીપોર્ટ રજુ કરવામાં આવ્યો હતો. નવનિયુક્ત ટીમ વતી નવા પ્રમુખ દ્વારા આવનાર વર્ષ માટેના સમાજ ઉત્કર્ષના કાર્યોનું પ્રોજેક્શન કર્યું હતુંસાથે Mexico થી પધારેલ ડીઈગો દ્વરા રોટરી ક્લબ ઓફ ગાંધીનગરનો ફ્લેગ એક્ષ્ચેન્જ પણ કરવામાં આવ્યો હતો. અને અંતે સૌ ભોજન માટે જોડાયા હતા.  સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન અને આયોજન રોટે. નીના ગણેશન, રોટે. જોય બક્ષી, ડૉ. જગદીશ પટેલ અને રોટે. જગજીતસિંગ દ્વારા કરવામાં આવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.