Western Times News

Gujarati News

રોટરી ક્લબ ઓફ ગાંધીનગર દ્વારા પ્રસન્ન રહેવા પર વ્યાખ્યાન યોજાયું

આજના ભાગદોડ ભર્યા જીવનમાં માનવી કેવી રીતે ખુશીપૂર્વક જીવન જીવી શકે (How can a human being live happily ever after in today’s runaway life?) એ વિષય સાથે રોટરી ક્લબ ઓફ ગાંધીનગર દ્વારા રોટરી ફીસીઓથેરાપી સેન્ટર, સેક્ટર-૨૨ ખાતે (Rotary club of Gandhinagar Physiotherapy centre, sector-22, gandhinagar) વ્યાખ્યાન યોજાયું (Lecture held) જેમાં રોટરી સભ્યો, પરિવારજનો, યુવાનો અને નગરજનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. “ખુશ રહેવા માટે કામ કરીશું તો ખુશી નહિ મળે, પરંતુ ખુશ થઈને કામ કરીશું તો ચોક્કસ ખુશી મળશે” આ શબ્દો છે  આંતરાષ્ટ્રીય વક્તા અને મેનેજમેન્ટ ટ્રેનર મિ. આર. કે. ચોપરા કે જેઓ ઉપસ્થિત રહી પોતાના અનુભવ અને ટુંકી ટુંકી મૂવીનાં માધ્યમથી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

વધુમાં વાત કરતા જણાવ્યું હતું કે જીંદગીને પ્રેમપૂર્વક અને ખુશીપૂર્વક જીવવા માટે સૌ પ્રથમ પોતાની જાતને પ્રેમ કરો, પ્રેરણાદઈ વ્યક્તિત્વ બનાવો, પોતાની જાત પર વિશ્વાસ રાખો, નકારત્મક વાતાવરણથી દુર રહેવું,  શારીરિક અને માનસિક સ્વસ્થ રહો, કૃતજ્ઞતાનો ભાવ  કેળવવો, જરૂરતમંદ લોકોને મદદ કરવી, ભાવનાત્મક સ્વચ્છતારાખવી અને વર્તમાનમાં રહી જીવવાની સલાહ આપી, હાજર સૌને હસતા રહેવાની શપથ લેવડાવી હતી. કાર્યક્રમના અંતે રોટરી વતી રોટે. એચ.એમ.પટેલ દ્વારા વાક્તાશ્રીને મોમેન્ટો અર્પણ કરી આભાર વ્યકત કરાયો હતો


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.