રોટરી ક્લબ ઓફ ગાંધીનગર દ્વારા ફાસ્ટ ટેગ જાગૃતિ કાર્યક્રમ યોજાયો
સરકાર દ્વારા ટોલ ટેક્સ પર ટ્રાફિક નિયમન માટે ફાસ્ટ ટેગ ની શરૂઆત કરી છે ત્યારે રોટરી કલબ ઓફ ગાંધીનગર દ્વારા હરસોલિય બ્રધર્સ અને એન.એચ.એ.આઇ ના સહયોગથી ફાસ્ટ ટેગ (Fas Tag) જાગૃતિ અને નિશુલ્ક વિતરણની કાયક્રમનું આયોજન કરવામાં આવ્યું
જેમાં ગાંધીનગર અને આસપાસના ૩૫૦ થી વધુ લોઓએ લાભ લીધો. ઉપસ્થિત સૌને તેની યોગ્ય માહિતી, ઉપયોગીતા અને મહત્વ સમજાવવામાં આવ્યું હતું. સમગ્ર આયોજન રોટરી પ્રમુખ ડો. ધર્મેન્દ્ર પટેલ , સેક્રેટરી ભારત જેન અને બાબા હરસોલિયા દ્વારા કરવામાં આવ્યું હતું.