રોટરી ક્લબ ઓફ ગાંધીનગર દ્વારા ૨૯ વિદેશી રોટેરિયનને અક્ષરધામની મુલાકાત કરાવી
ભારતીય મુલ્યો, વિરાસત અને સંસ્કૃતિને જાણે એ હેતુથી ગાંધીનગર ખાતે પધારેલ ૨૯ વિદેશી રોટેરિયન જેમાં Incredible India 2020 અંતર્ગત ૦૯ રોટરી ઈન્ટરનેશનલના સભ્યો અને ૨૦ યુથ કેમ્પના યુવાનોનું રોટરી ક્લબ ઓફ ગાંધીનગર દ્વારા સુતરની આંટી દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રોટરી ક્લબ ઓફ ગાંધીનગર દ્વારા તમામ વિદેશી મહેમાનો માટે ખાસ આયોજન કરી અક્ષરધામ મંદિરની મુલાકાત કરાવી હતી જેનો સૌએ આનંદ લીધો હતો. મુલાકાત દરમિયાન રોટરી વતી પ્રમુખ રોટે. ધર્મેન્દ્ર પટેલ, સેક્રેટરી રોટે.ભારત જૈન, રોટે. નીના ગણેશન અને રોટરેકટના સભ્યો ક્રિષ્ના પટેલ, પ્રણવ શુક્લા, વત્સલ પટેલ હાજર રહી સમગ્ર વ્યવસ્થા માટે જેહમત ઉઠાવી હતી.