Western Times News

Gujarati News

રોટી- કપડા ઔર મકાનની સાથે ઈન્ટરનેટ આજના યુગમાં શોખ નહી જરૂરિયાત

પ્રતિકાત્મક

(પ્રતિનિધિ) અમદાવાદ, આજે દુનિયા આંગળીના ટેરવે ચાલી રહી છે તેની પાછળ મુખ્ય પરિબળ હોય તો “ઈન્ટરનેટ” છે ઈન્ટરનેટ આજના આધુનિક યુગમાં માત્ર શોખ નહિ જરૂરિયાત થઈ ગઈ છે. ઈન્ટરનેટ વિનાનો માનવ અધુરો ગણાઈ રહયો છે.

જેને ચોક્કસ દાયરામાં કામ કરવું છે કે વિશાળ ફલક પર આ બંને માટે ઈન્ટરનેટ જરૂરી થઈ ગયુ છે. હવે પહેલાની માફક કોઈ માહિતી માટે મોટાભાગે કોઈને પૂછવુ પડતુ નથી ‘નેટ’ના માધ્યમથી ઘરે બેઠા ડેસ્ક પર માહિતી મળી જાય છે આ ઉપરાંત તમામ પ્રકારની સેવાઓ કામગીરી ઓનલાઈન થઈ ગઈ છે જેને લીધે વિશ્વ નજીક આવી ગયુ છે.

ઈન્ટરનેટને કારણે આજે તો સમગ્ર વિશ્વ ચાલી રહયુ છે તેવુ કહેવામાં જરાય અતિશયોકતી નથી જાે થોડા સમય માટે પણ ઈન્ટરનેટ બંધ થઈ જાય તો વિશ્વભરમાં ઉહાપોહ મચી જાય છે તમામ કામગીરીઓ હવે ઓનલાઈન થઈ ગઈ છે જાે નેટ ન હોય તો શું થાય ?? તેની કલ્પના કરવી મુશ્કેલ છે પહેલાના સમયમાં માનવીની જરૂરિયાતમાં “રોટી- કપડા ઔર મકાનનો” સમાવેશ થતો હતો જાણકારો- તજજ્ઞોના કહેવા પ્રમાણે તેમાં ચોથી વસ્તુ “ઈન્ટરનેટ” ઉમેરાઈ છે લગભગ પાંચ દાયકા પછી જરૂરિયાતનું સ્વરૂપ બદલાયુ છે રોટી-કપડા- મકાનતો આવશ્યક છે જ.

પરંતુ તેની સાથે-સાથે ઈન્ટરનેટ જાેડાયુ છે રસ્તા-ઘરે- ઓફિસે- દુકાનો કે લગભગ તમામ સ્થળોએ લોકો મોબાઈલમાં રચ્યા પચ્યા રહે છે તે ઈન્ટરનેટને આભારી છે. જાે નેટ બંધ થઈ જાય અગર તો ધીરૂ ચાલે તો લોકો ઉહાપોહ કરી નાંખે છે ઘણા લોકો તો કંપની પ્રોવાઈડર બદલી નાંખે છે લગભગ દરેક વ્યક્તિના જીવનમાં ‘નેટ’ વણાઈ ગયુ છે.

દરેક નાગરિક પોત પોતાની જરૂરિયાત પ્રમાણે ‘નેટ’નો ઉપયોગ કરે છે કોઈ ઓફિસમાં કામ માટે કોઈ મનોરંજન માટે તો કોઈ સંશોધન સહિતના કામો માટે તેનો ઉપયોગ કરે છે. જેની જેવી જરૂરિયાત મુજબ નાગરિકો પ્લાન લેતા હોય છે. દિવસભર મોબાઈલ કે કોમ્પ્યૂટર- લેપટોપમાં રચ્યાપચ્યા રહેતા યુવાનો- યુવતીઓ ઘરે જઈને પણ પોતાના કામ કરતા હોય છે.

વ્યાવસાયિક ધોરણે ઈન્ટરનેટના માધ્યમનો સૌથી વધારે ઉપયોગ કોરોના કાળના પાછલા બે વર્ષમાં જાેવા મળ્યો જેમાં ઓનલાઈન ભણાવવાની કામગીરીથી લઈને ઓફિસવર્ક સુધીનો સમાવેશ થતો હતો.

કોરોનાના બે વર્ષ દરમિયાન મોટી-મોટી આઈ.ટી ક્ષેત્રની કંપનીઓ સહિતની કંપનીઓએ પોતાના કર્મચારીઓને ‘વર્કફોમ હોમ’ના આદેશ આપ્યા હતા આ સમયે ‘ઈન્ટરનેટ’ કામમાં આવ્યુ હતુ આ ગાળા દરમિયાન કામ તો થયા પરંતુ કંપનીઓને બખ્ખા થઈ ગયા હતા. રોટી-કપડા ઔર મકાનની થીયરી જે તે સમયમાં જ નહી આજે પણ પ્રસ્તુત છે પરંતુ તેમાં ઈન્ટરનેટનો ઉમેરો થયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.