રોડ પર આખલો આવી જતા બુલેટ ચાલક આર્મી જવાને જીવ ગુમાવ્યો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/05/Armyman-1024x768.jpg)
બનાસકાંઠા, છેલ્લા થોડા દિવસથી રાજ્યના વિવિધ શહેરોમાં રખડતા ઢોરનો ત્રાસ ખૂબ વધી ગયો છે. દરરોજ રખડતા ઢોરને કારણે કોઈ ઈજાગ્રસ્ત થયું હવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. આ જ કડીમાં હવે બનાસકાંઠામાં એક આર્મી જવાને જીવ ગુમાવ્યો છે. અકસ્માતમાં આર્મી જવાનનું મોત થતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. બીજી તરફ રખડતા ઢોરના ત્રાસમાંથી મુક્તિ અપાવવાની માંગ ઉઠી છે.
એવી માહિતી મળી છે કે આસામ ખાતે ફરજ બજાવી રહેલો જવાન ગાંધીનગર આવ્યા બાદ બુલેટ લઈને પોતાના વતન આવી રહ્યો હતો. આ દરમિયાન રાત્રે એક આખલો રોડ પર આવી જતાં જવાનને અકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં આર્મી જવાને જીવ ગુમાવ્યો હતો.
અમરતભાઈ આસામ ખાતે આર્મીમાં પેરાકમાન્ડો તરીકે ફરજ બજાવતા હતા. આખલો વચ્ચે આવી જતાં તેઓ નીચે પટકાયા હતા અને ઘટનાસ્થળે જ મોતને ભેટ્યા હતા. બનાવ બાદ શિહોરી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ આદરી હતી.
બાદમાં તેમના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતમાં એક જવાનનું મોત થતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.
મૃતક અમરતભાઈ ફરજ પરથી પોતાના વતન તરફ આવી રહ્યા હતા ત્યારે જ અકસ્માતમાં મૃત્યું થતાં પરિવારમાં ખુશીનો માહોલ માતમમાં ફેરવાયો હતો. રોડ અકસ્માતમાં જીવ ગુમાવનારા આર્મી જવાન બુલેટ બાઇક પર પોતાના વતન વડિયા ખાતે આવી રહ્યા હતા. પુત્ર ઘરે આવતો હોવાથી પરિવારમાં ખુશી હતી. જવાને અકસ્માતમાં જીવ ગુમાવતા ઘરે માતમ છવાયો.SS1MS