રોડ શો દરમ્યાન અમિત શાહે રૂપાલા વિષે શું કહ્યું?
કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહનો ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં ભવ્ય રોડ શો-રુપાલાજી પહેલા જ માફી માંગી ચૂક્યા છે હવે હું પણ માફી માંગુ છું: અમિત શાહ
(એજન્સી)અમદાવાદ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સતત પ્રચાર કરી રહ્યા છે. ઘણા રાજ્યોમાં પ્રચાર કર્યા બાદ આજે તેઓ તેમના મતવિસ્તાર ગાંધીનગરમાં છે, જ્યાં તેમણે જોરદાર રોડ શો કર્યા છે. આ દરમિયાન પ્રથમ વખત તેમણે ક્ષત્રિય સમાજ દ્વારા ચાલી રહેલા આંદોલન અંગે પ્રતિક્રિયા આપી છે.
કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈને આપેલા નિવેદન પર પહેલીવાર ગૃહમંત્રી અમિત શાહે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે પરષોત્તમ રૂપાલાએ આ મામલે દિલથી માફી માંગી છે.
ત્યારે હું પણ આ મામલે માફી માંગુ છું. ગુજરાતની ૨૬ એ ૨૬ સીટો પર કમળ ખિલવશેનું જણાવ્યું હતુ. હકીકતમાં કેન્દ્રીય મંત્રી રૂપાલાએ વાÂલ્મકી સમાજના એક કાર્યક્રમમાં નિવેદન આપ્યું હતું જે બાદથી ક્ષત્રિયો રુપાલાની વિરુદ્ધ છે અને વિરોધ નોંધાવી રહ્યા છે.
તેમના નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં મહિલાઓ આગળ આવી હતી.
મહિલાઓએ કહ્યું કે કેન્દ્રીય મંત્રીએ તેમની અખંડિતતા પર પ્રહારો કર્યા છે. મામલો વધતો જોઈ પરષોત્તમ રૂપાલાએ માફી માંગી હતી. તેણે કહ્યું, ‘મેં જે કહ્યું તે મારો અર્થ નહોતો. હું અત્યંત દિલગીર છું.
રુપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે તો તે અંગે સવાલ પુછતા અમિત શાહે કહ્યું હતુ કે આ મામલે રુપાલાજી પહેલા જ માફી માંગી ચૂક્યા છે હવે હું પણ માંગુ છું. હવે કોઈ નારાજગી જોવા મળી રહી નથી તેમજ ક્ષત્રિયો સહિત દેશવાસીઓ ભાજપને સાથ આપી આ વખતે ફરી ગુજરાતમાં કમળ ખિલવશે તે જ સમયે, કેન્દ્રીય ગૃહમંત્રીએ તેમના સંસદીય ક્ષેત્ર ગાંધીનગરમાં રોડ શો કર્યો હતો, જેમાં ભારે ભીડ ઉમટી હતી.
પરંતુ ઉત્સાહ જોઈને હું કહી શકું છું કે અમે છેલ્લી ચૂંટણી કરતાં વધુ સારું પ્રદર્શન કરવાના છીએ. સમગ્ર દેશમાં મૂડ ૪૦૦ની ઉપર છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સતત પ્રચાર કરી રહ્યા છે.
ઘણા રાજ્યોમાં પ્રચાર કર્યા બાદ આજે તેઓ તેમના મતવિસ્તાર ગાંધીનગરમાં છે, જ્યાં તેમણે જોરદાર રોડ શો કર્યા છે. તેઓ તેમના લોકસભા મતવિસ્તારના તમામ ૭ વિધાનસભા મતવિસ્તારોમાં સવારે ૯ થી સાંજના ૭ વાગ્યા સુધી સતત રોડ શા કર્યો હતો. અમિત શાહે રેલી દરમ્યાન જણાવ્યું હતું કે ૨૦૨૪માં ભાજપ ૪૦૦ પાર થશે. તેમજ સમગ્ર દેશમાં નરેન્દ્ર મોદીના સમર્થનની પ્રચંડ લહેર છે. ૨૦૪૭માં પૂર્ણ વિકસિત ભારત બનાવવાનું લક્ષ્યાંક છે.
પૂર્વ-પશ્ચિમ, ઉત્તર-દક્ષિણમાં મોદી લહેર છે. અમિત શાહે જય શ્રી રામના નારા લગાવ્યા હતા. જય શ્રી રામના નારા સાથે કલોલ શહેર ગૂંજી ઉઠ્યું હતું .સાથે જ ફરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિજય બનાવા માટે આહવાહન કર્યું હતું.