રોબર્ટ વાડ્રાની સુનાવણી પ માર્ચ સુધી ટળી : અટકાયત પર અંતિમ પ્રતિબંધ પ માર્ચ સુધી
નવી દિલ્હી, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના જમાઇ અને વેપારી રોબર્ટ વાડ્રાની સ્કાઇલાઇટ હોસ્પિટેલિટી મામલામાં સુનાવણી પાંચ માર્ચ સુધી સ્થગીત કરી દેવામાં આવી છે. આવુ એમના વરિષ્ઠ વકીલ કે.ટી. એસ. તુલસીએ અંતિમ ચર્ચા માટે રાજસ્થન હાઇકોર્ટમાં ઉપસ્થિત ન હોવાને કારણે થયું. સહાયક મહાધિવકતા રાજદીપક રસ્તોગીએ વકીલની ગેરહાજરી પર નારાજગી વ્યકત કરી અને કહ્યું કે સુનાવણી નિયમિત તોર પર સ્થગીત કરવામા આવી છે. અને આરોપી પોતાની અંતિમ જામીનનો લાભ ઉઠાવી રહ્યો છે. વાડ્રાને વકીલએ સુનાવણી માટે નવી તારીખની અરજી કરી જેના પર કોર્ટએ આગલી તારીખ પાંચ માર્ચ નકકી કરી. વાડ્રા અને એમની માતા પોતાની સાથે સ્કાઇલાઇટ હોસ્પિટેલિટી મામલામાં આરોપી છે. આ મામલો સ્કાઇલાઇટ હોસ્પિટેલિટી પ્રાઇવેટ લીમીટેડ અને વચેટીયા મહેમ નાગર દ્વારા દાખલ અરજી સંબંધિત છે.