રોબર્ટ વાડ્રાને કોરોના થતા પ્રિયંકા ગાંધી આઈસોલેટ
નવી દિલ્હી, દેશમાં કોરોનાના સંક્રમણથી મચેલા હાહાકાર વચ્ચે પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર ચાલી રહ્યો છે.જેમાં હજારો લોકો ઉમટી રહ્યા છે તો નેતાઓ પણ પૂરજાેશમાં કોરોનાની ચિંતા કર્યા વગર પ્રચાર કરી રહ્યા છે. આ રાજ્યોમાં કોરોનાની સ્થિતિ વકરી શકે છે તેવી ચિંતાઓ વચ્ચે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રા પણ કોરોના પોઝિટિવ થયા છે.જેના પગલે પ્રિયંકા ગાંધી પણ આઈસોલેટ થયા છે.
ખુદ પ્રિયંકા ગાંધીએ આજે સોશિયલ મીડિયા પર આ વાતની જાહેરાત કરી હતી. તેમણે કહ્યુ હતુ કે, કોરોનાના સંક્રમણના દાયરામાં આવવાના કારણે મેં મારો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો.જાેકે મારો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.