Western Times News

Gujarati News

રોબોકારની માહિતી ચોરવામાં સંડોવાયેલ ગૂગલના ભૂતપૂર્વ એંજિનિયરને 18 માસની કેદ

વૉશિંગ્ટન, રોબોકાર બનાવવાના ઉબરના પ્રયાસોમાં સહભાગી થવા પહેલાં ગુપ્ત માહિતી ચોરનારા ગૂગલના ભૂતપૂર્વ એંજિનિયરને 18 માસની જેલ અને સાડા આઠ લાખ ડૉલર્સના દંડની સજા કરવામાં આવી હતી. આ એંજિનિયર એન્ટની લેવાનદોવ્સ્કીએ પોતાનો ગુનો કબૂલ કર્યો હતો. એની સામે ગયા વર્ષના ઑગષ્ટમાં ક્રીમીનલ કેસ માંડવામાં આવ્યો હતો. એણે ઓછી સજા મળે એવા હેતુથી પોતાનો ગુનો કબૂલી લીધો હતો. મંગળવારે એક અમેરિકી ડિસ્ટ્રીક્ટ કોર્ટે એને 18 માસની જેલની અને સાડા આઠ લાખ ડૉલર્સના દંડની સજા કરી હતી.

ઉબરમાં જોડાવા અગાઉ એણે ગૂગલની ઓટોમેટિક કારની યોજનામાં મહત્ત્વપૂર્ણ કામગીરી બજાવી હતી. ત્યારબાદ આ યોજનાને લગતી ગુપ્ત માહિતી તફડાવી લીધી હતી. 2016માં એણે એક ઓટો કંપનીમાં કામ કરવાની શરૂઆત કરી હતી. પાછળથી આ કંપનીને ઉબરે ખરીદી લીધી હતી. લેવાનદોવ્સ્કીએ ગૂગલ છોડવા અગાઉ ગૂગલની ઓટોમેટિક કારની ટેક્નીકલ માહિતી ચૂપચાપ ડાઉનલોડ કરી લીધી હતી.

ગૂગલને આ વાતની જાણ થતાં એની સામે ગયા વર્ષના ઑગષ્ટમાં ક્રીમીનલ કેસ કરવામાં આવ્યો હતો. એને ધારાશાસ્ત્રીઓ દ્વારા એવી સલાહ આપવામાં આવી હતી કે ગુનો કબૂલ કરી લેવાથી સજા ઓછી થવાની શક્યતા છે

એટલે એણે પોતાનો ગુનો કોર્ટમાં કબૂલ કરી લીધો હતો. એનો પહેલો અપરાધ હતો. કોર્ટે એને 18 મહિનાની જેલ અને સાડા આઠ લાખ ડૉલર્સનો દંડ ફરમાવ્યો હતો.  અત્યારે તો એની કારકિર્દી જોખમમાં મૂકાઇ ગઇ હતી. જેલમાંથી છૂટે ત્યારે એને બીજી સારી જૉબ મળશે કે કેમ એ શંકાસ્પદ હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.