રોમાનિયાની હોસ્પિટલમાં ભીષણ આગ લાગી : 9 લોકોના મોત
બુકારેસ્ટ, યુરોપીયન દેશ રોમાનિયામાંથી દુખદ અહેવાલ સામે આવ્યા છે. રોમાનિાયાના શહેર કોન્સ્તાંતાના એક હોસ્પિટલમાં શુક્રવાર સવારે ભીષણ આગ લાગી હતી. જેમાં ઓછામાં ઓછા નવ લોકોના મોત નિપજ્યા છે.
આ વાતની જાણકારી અધિકારીઓએ આપી હતી. દેશની ઈમરજન્સી સ્થિતિ નિરીક્ષણ કાર્યાલયે જણાવ્યું કે તમામ દર્દીઓને કોન્સ્તાંતાની હોસ્પિટલમાંથી બહાર કાઢવામાં આવ્યા છે, અને બપોર સુધી આગ પર પણ નિયંત્રણ મેળવી લીધો છે. ત્યાના સ્વાસ્થ્ય ડિપાર્ટમેન્ટે એત નિવેદનમાં જણાવ્યું હતું.
મંત્રાલયે હજુ તેનો સમય નથી જણાવ્યું. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 113 દર્દીઓ હોસ્પિટલના મેડિકલ યુનિટમાં હતા, જેમાંથી 10 લોકો ICUમાં હતા. સ્થાનિક ચેનલે સમગ્ર ઘટનાના વિડીયો ફૂટેજ પણ જાહેર કર્યા છે.
જેમાં દર્દીઓ જીવ બચાવવા માટે બારીઓ માંથી બહાર કૂદી રહ્યા છે. બાદમાં, ફાયરના જવાનોએ લોકોને બહાર કાઢ્યા હતા. અત્યારસુધી લગભગ 50 દર્દીઓને અન્ય હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. કોઈઓના મહામારીને કારણે હોસ્પિટલમાં મોટી સંખ્યામાં દર્દીઓ હતા.