રોમેન્ટિક ડિનર ડેટ પર દિશા પરમાર અને રાહુલ વૈદ્ય

મુંબઈ, દિશા પરમાર જે બડે અચ્છે લગતે હૈ ૨માં પ્રિયાના પાત્રમાં જાેવા મળી રહી છે, તે હાલમાં જ મિત્રો સાથે માલદીવ્સમાં વેકેશન એન્જાેય કરીને મુંબઈ પરત ફરી છે.
બિગ બોસ ૧૪ના કન્ટેસ્ટન્ટ અને જાણીતા સિંગર રાહુલ વૈદ્ય સાથે ગત વર્ષે લગ્ન કરનારી દિશા પરમારે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક દિવસ પહેલા તેમની ક્યૂટ તસવીરો શેર કરી હતી, જે તેમની લેટેસ્ટ ડેટની હતી. દિશા અને રાહુલ ઘણીવાર રોમેન્ટિક ડિનર ડેટ પર જતાં જાેવા મળે છે.
દિશા પરમાર અને રાહુલ વૈદ્યને લોકો હંમેશા ટેલિવિઝનના કેઝ્યુઅલ રોમેન્ટિક કપલ તરીકે ઓળખે છે. એક્ટ્રેસે જે તસવીરો શેર કરી છે તેમાં બંને ક્યૂટ લાગી રહ્યા છે.
દિશા પરમારે જે તસવીરો શેર કરી છે, તેમાં રાહુલ વૈદ્યએ તેને ટાઈટ હગ આપી રહ્યો છે. એક તસવીરમાં રાહુલને દિશાને કિસ કરતો પણ જાેઈ શકાય છે. તસવીરોના બેકગ્રાઉન્ડમાં રેસ્ટોરન્ટનું પિંક કલરનું ઈન્ટિરિયર પણ જાેવા જેવું છે. આ સિવાય ટેબલ પર ફૂડ પણ પડેલું જાેવા મળી રહ્યું છે. તસવીરોના કેપ્શનમાં એક્ટ્રેસે લખ્યું છે ‘ડેટ નાઈટ વિશ બૂ’ સાથે તેણે હાર્ટ ઈમોટીકોન મૂક્યું છે.
દિશા પરમારની પોસ્ટ પર ‘બડે અચ્છે લગતે હૈ ૨’માં તેની સાસુનું પાત્ર ભજવી રહેલી શુભાવી ચોક્સીએ કોમેન્ટ કરતાં લખ્યું છે ‘ખૂબ જ ક્યૂટ. નજર ન લાગે’. ફેન્સે પણ કપલ પર પ્રેમ વરસાવ્યો છે. એક ફેને લખ્યું છે ‘હાય રે મારા ક્યૂટી’, એક ફેને લખ્યું છે ‘ક્યૂટ તસવીર પરંતુ એકવાર તો હું હાથને લઈને કન્ફ્યૂઝ થઈ ગઈ હતી તે વાત નકારી શકતી નથી’, અન્યએ લખ્યું છે ‘ઘણા દિવસો બાદ’.
રાહુલ વૈદ્ય અને દિશા પરમારની વાતચીત ઈન્સ્ટાગ્રામ પર ૨૦૧૮માં શરૂ થઈ હતી. ખૂબ જલ્દી તેઓ મિત્ર બન્યા હતા. જાે કે, દિશા પ્રત્યેના પ્રેમનો અહેસાસ રાહુલને બિગ બોસના ઘરમાં ગયા બાદ થયો હતો.
તેણે નેશનલ ટેલિવિઝન પર જ દિશાને પ્રપોઝ કર્યું હતું અને જવાબ ‘હા’માં મળ્યો હતો. ત્યારબાદ શોમાં જ્યારે દિશા ફેમિલી સ્પેશિયલ એપિસોડમાં રાહુલને મળવા ગઈ ત્યારે ફરીથી તેણે પ્રપોઝ કર્યું હતું. કપલે ૧૬ જુલાઈ, ૨૦૨૧માં કર્યા હતા. જેમાં મિત્રો અને પરિવારના સભ્યોને આમંત્રિત કરાયા હતા. આ સિવાય બિગ બોસના મિત્રોએ પણ બધા ફંક્શનમાં હાજરી આપી હતી.SS1MS