રોયલ એનફીલ્ડ દ્વારા અમદાવાદના નવા ફ્લેગશિપ શોરુમનું ઉદઘાટન
અમદાવાદ, રોયલ એનફીલ્ડ દ્વારા આજે 3 ઓગસ્ટ, 2020ના રોજ અમદાવાદમાં એસ.જી. હાઇવે પર તેમના નવા શોરુમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ટ્રુપ મોટો નામના આ ૨૫૦૦ સ્ક્વેર ફીટના અદ્યતન શોરુમમાં તેમના તમામ બુલેટ રેન્જના મોટરબાઈક ઉપલબ્ધ રહેશે. ગણેશ મેરિડિયનમાં કારગિલ પેટ્રોલ પંપની સામે આ શોરુમમાં ગ્રાહકો માટે તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. ગ્રાહકો માટે સપ્તાહના તમામ દિવસોએ ઉપલબ્ધ આ શોરુમના સંપર્ક – ૬૩૫૯૯૫૦૦૦૧ અને ૬૩૫૯૯૫૦૦૦૨ કરી શકે છે.
આ ઉપરાંત ટ્રુપ મોટો દ્વારા કંપની માન્યતા પ્રાપ્ત અદ્યતમ વર્કશોપનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ગુજરાત હાઇકોર્ટ પાછળ આવેલ આ વર્કશોપમાં તમામ બુલેટબાઇકના સર્વિસ માટે કંપની દ્વારા ટ્રેઇન કરવામાં આવેલ સર્વિસ એન્જીનીયર ઉપલબ્ધ રહેશે અને ગ્રાહકોની બાઇક માટે પીકઅપ અને ડ્રોપની સુવિધા પણ આપવામાં આવે છે.