રોશની એકટઃ હાઇકોર્ટને ૨૧ ડિસેમ્બરે સમીક્ષાનો આદેશ
નવીદિલ્હી, જમ્મુ કાશ્મીરના વિવાદિત રોશની એકટને લઇ સુપ્રીમ કોર્ટે અરજીકર્તાઓ પર કાર્યવાહી નહીં કરવાનો આદેશ આપી તેમને રાહત આપી છે આ સાથે જ સુપ્રીમે જમ્મુ અને કાશ્મીર હાઇકોર્ટથી કહ્યું છે કે તે ૨૧ ડિસેમ્બરે પોતાના તે નિર્ણયની સમીક્ષા કરે જે હેઠળ તેણે આ એકટને રદ કર્યો છે રાજય સરકારે આ સમીક્ષા અરજી દાખલ કરી છે.
એ યાદ રહે કે રોશની એકની ભૂમિ પર માલિકાના અધિકાર પ્રદાન કરે છે હાઇકોર્ટે આ કાનુનને રદ કર્યો હતો આ કાનુનની આડમાં રાજયમાં મોટા પાયા પર જમીનોની ભાગબટાઇ સામે આવી હતી. ત્યારબાદ મામલો હાઇકોર્ટમાં ગયો હતો.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે હાઇકોર્ટના નવ ઓકટોબરના નિર્ણયને પડકારતી અરજી પર તે જાન્યુઆરી ૨૦૨૧ના અંતિમ અઠવાડીયામાં સુનાવણી કરશે ન્યાયમૂર્તિ એન વી રમનાની અધ્યક્ષતા વાળી બેંચે સોલિસિટર જનરલ તુષાર મહેતાના મૌખિક આશ્વાસન પર વિચાર કર્યો તે જમ્મુ કાશ્મીર પ્રશાનનની જેમ અદાલતમાં હાજર થયા અદાલતે કહ્યું કે તે અરજીકર્તાઓની વિરૂધ્ધ કોઇ સખ્ત કાર્યવાહી કરવામાં આવશે નહીં જેમણે આ મામલામાં સુપ્રીમ કોર્ટનો દરવાજાે ખખડાવ્યો છે કારણ કે તે ભૂમિ પચાવી પાડવાનારા કે ગેરકાયદેસર લોકો નથી મહેતાએ કહ્યું કે જમ્મુ અને કાશ્મીર પ્રશાસને પહેલા જ હાઇકોર્ટમાં એક સમીક્ષા અરજી દાખલ કરી છે.સોલિસિટર જનરલે કહ્યું કે શાસન તે વાસ્તવિક અને સામાન્ય લોકોની વિરૂધ્ધ નથી જેમણે જમીન પર કબજાે કર્યો નથી સુપ્રીમે કર્યું કે સુપ્રીમ સમક્ષ વિચારાધાન અરજી હાઇકોર્ટની સમીક્ષા અરજીઓ પર સુનાવણી દરમિયાન અવરોધ નહીં બને.HS