Western Times News

Gujarati News

રોહતકમાં PM મોદીની મુલાકાત પહેલા 4000 માટલાં મુકવાનું શું છે કારણ

નવી દિલ્હી: રોહતકમાં એક મેગા રેલીને સંબોધન કરવા વડા પ્રધાનની 8 મી સપ્ટેમ્બરે વહેલી તકે જિલ્લા વહીવટીતંત્રે પીવાના પાણીનો સંગ્રહ કરવા માટે લગભગ 4,000 માટીના માટલાં ખરીદ્યા છે જેથી રેલી દરમિયાન પ્લાસ્ટિકના બોટલોનો ઉપયોગ ઓછો થઈ શકે. હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરના મીડિયા સલાહકાર રાજીવ જૈને કહ્યું કે તેનાથી પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરવામાં મદદ મળશે.

જૈને કહ્યું, “પ્લાસ્ટિકનો ઉપયોગ માનવ અને પર્યાવરણ માટે હાનિકારક છે. વડા પ્રધાનની રેલીમાં લાખો લોકો ભાગ લેશે. તેમના માટે આ માટીના માટલાંની ગોઠવણ કરવામાં આવી છે. અમે આ વાસણો રોહતક અને નજીકના જિલ્લાઓમાંથી ખરીદી લીધા છે.” તેમણે ઉમેર્યું, “માટીના વાસણમાંથી પાણી પીવું પણ સ્વાસ્થ્યપ્રદ છે.”

નાયબ જિલ્લા કમિશનર આર.એસ. વર્માએ કહ્યું: અમે લોકોને અપીલ કરી છે કે રેલીમાં પ્લાસ્ટિકની બોટલો ન લાવો. આ માટીના વાસણ રાત્રે ભરાશે અને પાણીને ઠંડુ રાખવા કપડાથી ઢાંકી રાખવામાં આવશે. ”

સરકારની પહેલ વિશે બોલતા, માટીના માટલાં બનાવતી એક વ્યક્તિએ કહ્યું કે, સરકારના આ પગલાંથી અમને રોજગાર મળ્યો છે અને એક ખૂબ જ સારું પગલું છે. 8 સપ્ટેમ્બરે વડા પ્રધાનની રેલી રાજ્યમાં ઓક્ટોબર વિધાનસભાની ચૂંટણી પૂર્વે આવે છે. PM મોદી (Narendra Modi) એ સ્વતંત્રતા દિવસના ભાષણમાં નાગરિકોને સિંગલ-યુઝ પ્લાસ્ટિકના ઉપયોગને દૂર કરવા તાકીદ કરી હતી, ઉપરાંત દુકાનદારોએ ગ્રાહકોને પર્યાવરણમિત્ર એવી બેગ આપવી જોઈએ તેવું સૂચન કર્યું હતું.

મોદીએ પોતાના માસિક “મન કી બાત” Mann ki baat સંબોધનમાં પણ કહ્યું હતું કે નાગરિકો માટે સિંગલ-યુઝ પ્લાસ્ટિક પર કાબૂ મેળવવામાં જોડાવાનો સમય આવી ગયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.