રોહનપ્રીતે નેહાને પોતાની સુંદર દુનિયાની સર્જનહાર ગણાવી
મુંબઈ: સિંગર નેહા કક્કડ અને તેના પતિ રોહનપ્રીત સિંહ માટે આજનો દિવસ ખુશીઓથી ભરેલો છે. અને હોય પણ કેમ નહીં? આજે કપલના લગ્નને ૬ મહિના પૂરા થયા છે. સોશિયલ મીડિયા પર રોમેન્ટિક તસવીરો શેર કરતાં રોહનપ્રીત અને નેહાએ લગ્નના ૬ મહિના પૂરા થતાં સુંદર તસવીરો શેર કરી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં નેહાએ પોતાને નસીબદાર ગણાવી છે અને પતિ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો છે. રોહનપ્રીત સાથે ખાસ તસવીરો શેર કરતાં નેહાએ લખ્યું, “પ્રત્યેક દિવસે તે મારું દિલ જીતી રહ્યો છે.
તે મને વધુ ને વધુ તેના પ્રેમમાં પાડી રહ્યો છે. દરરોજ! તે કહે છે કે હું તેને પ્રેમ કરું છું તેના કરતાં પણ વધુ પ્રેમ તે મને કરે છે. પરંતુ હું કહીશ કે હું તેને થોડો વધારે પ્રેમ કરું છું! હે હે તું ખરેખર સૌથી સારો પતિ છે. હું ખરેખર ખૂબ નસીબદાર છું. મારી જિંદગી, ખુશહાલ ૬ મહિનાની શુભકામના. રોહનપ્રીતે પણ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર નેહાએ શેર કરેલી તસવીરો પોસ્ટ કરવાની સાથે પોતાના મોબાઈલનું વૉલપેપર પણ બતાવ્યું છે. વૉલપેપરમાં નેહા અને રોહનપ્રીતની સુંદર તસવીર છે. રોહનપ્રીતે આ પોસ્ટ શેર કરતાં લખ્યું, “હું આજે તમારી સાથે મારું વૉલપેપર શેર કરવા માગુ છું અને વૉલપેપરમાં દેખાતી આ છોકરી કેટલી સુંદર છે
તેને વર્ણવી નથી શકતો. અંદર અને બહાર બંને રીતે સુંદર છે. તે રચાયિતા છે. જેમ ઈશ્વરે આ દુનિયાનું સર્જન કર્યું તેમ તેણીએ મારી દુનિયા, અમારી દુનિયાની રચના કરી છે, જે ખૂબ જ સુંદર છે. હજી વિશ્વાસ નથી થતો કે તે મારી છે. તે એ છે જેના વિના હું જીવી નથી શકતો. હું કહીશ- એ દરેક વસ્તુ માટે જે તું મારા જીવનમાં લઈને આવી અને મારી વ્યક્તિ આપણને ખુશહાલ ૬ મહિનાની શુભકામના. નેહા અને રોહનપ્રીતની આ તસવીરો પર ‘નેહુપ્રીત’ના ફેન્સ ઓવારી ગયા છે. તેમણે હાર્ટ ઈમોજી દ્વારા કોમેન્ટ કરીને કપલ પર પ્રેમ વરસાવ્યો છે.