રોહનપ્રીત નેહા કક્કર કરતા ઉંમરમાં સાત વર્ષ નાનો છે
મુંબઈ: બોલિવૂડ સિંગર નેહા કક્કરે રોહનપ્રીત સિંઘ સાથે લગ્ન કરી લીધા છે. નેહા કક્કર અને રોહનપ્રીતે ૨૪ ઓક્ટોબરના રોજ ગુરુદ્વારામાં લગ્ન કર્યા છે. નેહા અને રોહનપ્રીત વધુ એક રિસેપ્શન તારીખ ૨૬ ઓક્ટોબરના રોજ પંજાબમાં યોજ્યુ હતું. જેમાં પરિવારજનો અને મિત્રો તેમજ પંજાબી મ્યૂઝિક ઈન્ડસ્ટ્રીના સેલેબ્સ હાજર રહ્યા હતા. ઓક્ટોબર મહિનાની શરૂઆતમાં નેહા અને રોહનપ્રીતે પોતાની રિલેશનશિપ ઓફિશિયલ જાહેર કરી હતી. ત્યારથી બંનેના ફેન્સ તેમના લગ્ન માટે ખૂબ ઉત્સાહિત હતા.
રોહનપ્રીતનો જન્મ પંજાબના પટિયાલામાં થયો, તેની ઉંમર ૨૫ વર્ષ છે અને તે પંજાબી સિંગર છે, નેહા ૩૨ વર્ષની છે
નેહા કક્કર વિશે તો તમામ લોકો જાણે છે, તો ચાલો જાણીએ રોહનપ્રીત વિશે. રોહનપ્રીતનો જન્મ પંજાબના પટિયાલામાં થયો, તેની ઉંમર ૨૫ વર્ષ છે અને તે પંજાબી સિંગર છે. જ્યારે નેહા કક્કરની ઉંમર ૩૨ વર્ષ છે, આ હિસાબે રોહનપ્રીત, નેહા કક્કર કરતા ઉંમરમાં ૭ વર્ષ નાનો છે. વર્ષ ૨૦૦૭માં રોહનપ્રીત સા રે ગા મા પા લિટલ ચેમ્પ્સનો પ્રથમ રનરઅપ હતો
શહેનાઝ ગિલના સ્વયંવર મુજસે શાદી કરોગેમાં રોહનપ્રીત આવી ચૂક્યો છે.
જ્યારે વર્ષ ૨૦૧૮માં તે રાઈઝિંગ સ્ટાર ૨નો રનરઅપ રહ્યો હતો. આ બંને શૉથી રોહનપ્રીતને સિંગિંગનું પ્લેટફોર્મ મળ્યું. શહેનાઝ ગિલના સ્વયંવર મુજસે શાદી કરોગેમાં રોહનપ્રીત આવી ચૂક્યો છે. આ શૉમાં અન્ય છોકરાઓની માફક તેણે શહેનાઝ ગિલને ઈમ્પ્રેસ કરવા માટેના પ્રયાસ કર્યા હતા.
નેહા કક્કર અને રોહનપ્રીત મ્યુઝિક વિડીયોઝ કરી ચૂક્યા છે. હાલમાં જ તેનું ગીત નેહૂ દા વ્યાહ રિલીઝ થયું છે, ત્યારબાદ રોહનપ્રીત અને નેહાએ લગ્ન કરી લીધા. રસપ્રદ વાત એ છે કે જ્યારે નેહા કક્કર અને રોહનપ્રીતના લગ્નની ચર્ચા શરૂ થઈ હતી ત્યારે રોહનપ્રીતના મેનેજરે કહ્યું હતું કે હા અમે પણ તેઓના લગ્નની વાત સાંભળી છે. તેમણે સાથે મ્યુઝિક વિડીયો કર્યો એટલે આ પ્રકારની વાત ઉડી રહી છે.