રોહનપ્રીત સિંહ નેહા કક્કરને મળવા પહોંચી ગયો

મુંબઈ, સિંગર Neha Kakkar હાલ મુંબઈની બહાર છે. Neha કામથી બહાર ગઈ હોવાથી પતિ Rohanprit Sinhથી દૂર હતી. જાેકે, આ દરમિયાન કોઈ કારણોસર નેહા ઉદાસ થઈ ગઈ અને પતિને આ વાત જણાવી. નેહા ઉદાસ હોવાની જાણ થતાં જ રોહનપ્રીત સિંહથી રહેવાયું નહીં અને તરત જ પત્ની પાસે પહોંચી ગયો. રોહનપ્રીતની આટલી કાળજી જાેઈને નેહાએ પોતાને સૌથી નસીબદાર પત્ની ગણાવી છે.
નેહાએ પતિ રોહનપ્રીતના વખાણ કરતી કેટલીક પોસ્ટ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કરી છે. નેહાએ પતિના વખાણ કરતી પોસ્ટ મૂકવાની સાથે ત્રણ તસવીરો શેર કરી છે. જેમાંથી પહેલી તસવીરમાં રોહનપ્રીત નેહાના હાથને ચૂમતો જાેવા મળે છે. આ ફોટો શેર કરતાં નેહાએ પોતાને સૌથી નસીબદાર પત્ની ગણાવી છે.
બીજી તસવીરમાં નેહાએ રોહનનો હાથ પકડ્યો છે. આ ફોટો શેર કરતાં નેહાએ લખ્યું, “હું શહેરની બહાર હતી. થોડી ઉદાસ હતી. હું રોહન સાથે વાત કરી રહી હતી ત્યારે હું કેવું અનુભવી રહી છું તે જણાવ્યું. તેણે તરત જ ફ્લાઈટની ટિકિટ બુક કરાવી અને મારી પાસે આવી ગયો જેથી મારી નિરાશા દૂર થાય. હું હમણાં જ ઉઠી અને તેને મારી સામે બેઠેલો જાેયો. છેલ્લી તસવીરમાં નેહાએ પ્રેમનો સર્વોપરી ગણાવ્યો છે.
તેણે લખ્યું, “ખરેખર, પ્રેમથી વિશેષ દુનિયામાં કશું જ નથી. બધું જ જતું રહેશે માત્ર પ્રેમ રહેશે. થેન્ક્યૂ રોહુ. ઈશ્વર તમારો પણ આભાર. નેહા અને રોહનપ્રીતે ૨૦૨૦માં લગ્ન કર્યા હતા. ત્યારથી નેહા રોહનપ્રીત સાથેની રોમેન્ટિક તસવીરો શેર કરતી રહે છે.
રોહનપ્રીત અને નેહા સોશિયલ મીડિયા પર પણ એકબીજા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરવામાં કચાશ નથી રાખતાં. થોડા દિવસ પહેલા જ નેહા અને રોહનપ્રીત, કક્કર પરિવાર સાથે ટ્રેકિંગ પર ગયા હતા. જેની તસવીરો અને વિડીયો તેમણે સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા.
નેહા શહેરથી દૂર છે ત્યારે પતિ તેની પાસે પહોંચી ગયો છે. આ તેની ખુશીનું સૌથી મોટું કારણ છે પણ અન્ય એક કારણ તેના સોશિયલ મીડિયા ફોલોઅર્સ પણ છે. નેહાએ પતિ સાથેની તસવીર શેર કરતાં જણાવ્યું છે કે, ઈન્સ્ટાગ્રામ પર તેના ૭ કરોડ ફોલોઅર્સ થઈ ગયા છે.
નેહાએ લખ્યું, “ઓ માય ગોડ. મને હમણાં જ અહેસાસ થયો કે મારી આર્મી ૭ કરોડની છે. પ્રેમાળ લોકો અને સૌથી સારો પરિવાર. ૬૯ મિલિયન અને જલ્દી જ ૭૦ મિલિયન થઈ જશે. હું ખરેખર ઈશ્વરનું બાળક છું. તમને સૌને પ્રેમ. દિલથી આભાર.” આ પોસ્ટ પર રોહને કોમેન્ટ કરતાં લખ્યું, “તને સૌથી વધુ પ્રેમ કરું છું.”SSS