Western Times News

Gujarati News

રોહને મારી પાસે શ્રદ્ધા કપૂરનો હાથ માગ્યો નથી: શક્તિ કપૂર

મુંબઈ, શ્રદ્ધા કપૂર, કે જે રણબીર કપૂર સાથે હાલ લવ રંજનની ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે તે હંમેશા પોતાના અંગત જીવનને અંગત જ રાખવામાં માને છે. ઘણા સમયથી સેલિબ્રિટી ફોટોગ્રાફર રોહન શ્રેષ્ઠા સાથે તેનું ચક્કર ચાલી રહ્યું હોવાની ચર્ચા થઈ રહી છે, પરંતુ બંને હંમેશા આ અંગે પોતાના હોઠ સીવેલા રાખે છે. આ વર્ષના માર્ચ મહિનામાં શ્રદ્ધા કપૂર માસીના દીકરાના લગ્નમાં હાજરી આપવા માટે માલદીવ્સ પહોંચી હતી.

વેડિંગ સેલિબ્રેશન દરમિયાનની રોહન શ્રેષ્ઠાની તસવીરો અને વીડિયો પણ ઈન્ટરનેટ પર વાયરલ થયા હતા, જેણે બંને રિલેશનશિપમાં હોવાની વાતને જાેર આપ્યું હતું. શ્રદ્ધા માલદીવ્સમાં પોતાનો બર્થ ડે પણ તેની સાથે મનાવતી જાેવા મળી હતી. બંને ખૂબ જ જલ્દી લગ્નના તાંતણે બંધાવાના હોવાનો ગણગણાટ છે, તેના પર પિતા શક્તિ કપૂરે પ્રતિક્રિયા આપી છે. શક્તિ કપૂરે કહ્યું રોહન ફેમિલી ફ્રેન્ડ છે. હું તેના પિતાને વર્ષોથી ઓળખુ છું. રોહન ઘણીવાર અમારા ઘરે આવે છે, પરંતુ તેણે લગ્ન માટે શ્રદ્ધાનો હાથ માગ્યો નથી.

આ સિવાય, આજના બાળકો તેમના ર્નિણય જાતે લે છે. જાે શ્રદ્ધા મને કહેશે કે, તેણે પોતાની રીતે જીવનસાથી શોધી લીધો છે, તો હું તરત સંમત થઈશ. હું શું કામ ના પાડું? પરંતુ આ સમયે તેઓ પોતાના કરિયર પર ધ્યાન આપી રહ્યા છે. લગ્ન મહત્વનો ર્નિણય છે અને લોકો જે રીતે બ્રેકઅપ કરે છે, તે મને ક્યારેક પરેશાન કરે છે.

આ ર્નિણય લેતા પહેલા દરેક વ્યક્તિએ ખાતરી કરી લેવી જાેઈએ. કરિયર વિશે વાત કરતાં શક્તિ કપૂરે કહ્યું ‘મેં ક્યારેય શ્રદ્ધા કે સિદ્ધાંતને તેમના સપના પૂરા કરતાં નથી રોક્યા. ઘણા લોકો મને પૂછે છે કે, મેં શ્રદ્ધાને એક્ટ્રેસ બનતા રોકી હતી, પરંતુ તે સાચું નથી. તે ચમકે અને સારું કરે તેમ હું ઈચ્છું છું. તે મહેનતું અને ટેલેન્ટેડ છોકરી છે. હું તેને ‘ગોલ્ડન ગર્લ’ કહુ છું. તેણે બોલિવુડમાં જગ્યા આપબળે બનાવી છે.

અમિતાભ બચ્ચન અને ઈમરાન હાશ્મી સાથેની સિદ્ધાંતની ફિલ્મ ‘ચેહરે’ હમણા રિલીઝ થઈ છે અને લોકોને તે ગમી છે. તેથી, હું મારા બંને બાળકો માટે ખુશ છું. તેઓ તેમના કરિયરમાં સારુ કરી રહ્યા છે. મને તેમના પર ગર્વ છે. શક્તિ કપૂરને ૮૦ અને ૯૦ના દશકામાં જેવી સ્ક્રિપ્ટ મળતી હતી, શું તેમના બાળકોને તેવી સ્ક્રિપ્ટ મેળવવામાં રસ છે? તેમ પૂછતાં તેમણે કહ્યું ‘મારો સમય અલગ હતો.

વર્ષ જતા કન્ટેન્ટ બદલાઈ છે. તેથી, બે ટાઈમલાઈનની સરખામણી કરી શકાય નહીં. જ્યારે મેં ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું ત્યારે કોમેડિયન, વિલન અને લીડ માટે અલગ રોલ લખાતા હતા. આજના સમયમાં હીરો વિલન બની શકે છે. હીરોઈન આઈટમ નંબર કરી શકે છે અને ઘણીવાર વિલન અંતમાં સારો વ્યક્તિ બની જાય છે. મને ખુશી છે કે મારા બાળકો અલગ-અલગ વિષય પર બનનારી ફિલ્મો પર પસંદગી ઉતારી રહ્યા છે’.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.