રોહિત, મનિકા, ફોગાટ અને થંગાવેલુને રાજીવ ગાંધી ખેલરત્ન
નવીદિલ્હી, અનેક દિગ્ગજ ખેલાડીઓ પ્રશાસકીય અધિકારી અને પત્રકારોની સભ્ય પદ વાળી પસંદગી સમિતિએ ક્રિકેટર રોહિત શર્માને રાજીવ ગાંધી પુરસ્કાર માટે પસંદ કર્યા છે રોહિત ઉપરાંત ટેનિસ ખેલાજી મનિકા પત્રા મહિલા પહેલવાન વિનેશ ફોગાટ અને થંગાવેલુને પણ ખેલ રત્નથી સન્માનિત કરવામાં આવ્યા છે. દેશના સર્વોચ્ચ ખેલ રત્ન પુરસ્કાર માટે ઇતિહાસમાં આ પહેલો પ્રસંગ છે જયારે એક સાથે ચાર ખેલાડીઓને સંયુકત રીતે ખેલ રત્ન પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા છે. હાલ નવીદિલ્હીના જવાહરક લાલ નહેરૂ સ્ટેડિયમમાં પસંદગી સમિતિની બેઠક તાકિદે અર્જૂન પુરસ્કાર વિજેતા ખેલાડીઓના નામ પણ જાહેર કરવામાં આવશે.
એ યાદ રહે કે પુરસ્કારના ઇતિહાસમાં ખેલ રત્ન એવોર્ડ મેળવનારા રોહિત શર્મા ફકત ભારતીય ક્રિકેટર હશે આ પહેલા સચિન તેંડુલકર,એમ એસ ધોની, વિરાટ કોહલીને આ એવોર્ડથી સમ્માન કરવામાં આવ્યા છે. એ યાદ રહે કે આ પુરસ્કાર કોઇ ખેલાડીને આંતરરાષ્ટ્રીય સ્તર પર ગત ચાર વર્ષની અંદર કરવામાં આવેલા પ્રદર્શનના આધાર પર આપવામાં આવે છે અને પ્રશસ્તિ પત્ર શાલ ઉપરાંત ખેલાડીને ૭.૫૦ લાખ રૂપિયા રોકડા આપવામાં આવે છે આ પુરસ્કારની સ્થાપના પૂર્વ વડાપ્રધાનની સ્મૃતિમાં વર્ષ ૧૯૯૧-૯૨માં કરવામાં આવી હતી.HS