Western Times News

Gujarati News

રોહિતે કુલદીપને ચાન્સ ન આપી કોહલી જેવી ભૂલ કરી

Dubai: India's Kuldeep Yadav, right, interacts with captain Rohit Sharma during the one day international cricket match of Asia Cup between India and Hong Kong in Dubai, United Arab Emirates, Tuesday, Sept. 18, 2018. AP/PTI Photo(AP9_19_2018_000001B)

નવી દિલ્હી, ટીમ ઇન્ડિયાનો એક ખેલાડી કારણ વગર ટીમમાંથી અંદર-બહાર થઈ રહ્યો છે, જેના કારણે બીસીસીઆઈ અને ભારતીય ક્રિકેટ ટીમના સિલેક્ટર્સ પર સવાલ ઉઠી રહ્યા છે. હાલમાં જ બીસીસીઆઈ એ ભારત અને શ્રીલંકા વચ્ચે ૨ મેચની ટેસ્ટ સીરિઝમાં આ ખેલાડીને ટીમમાંથી બહાર કર્યો હતો.

બીસીસીઆઈ એ આ ખેલાડી પર થોડી પણ દયા દેખાડી નહીં અને તરત જ ભારતીય ટેસ્ટ ટીમમાંથી બહાર કર્યો હતો. ટીમ ઇન્ડિયાના આ ખેલાડીનું ભાગ્ય ખુબ જ ખરાબ છે.

આ ખેલાડીને ક્યારેય વિરાટ કોહલીની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઇન્ડિયામાં જગ્યા મળી નહીં અને હવે રોહિત શર્માના કેપ્ટન બન્યા બાદ આ ખેલાડીને કોઈ વધારે ભાવ આપી રહ્યું નથી. આ ખેલાડીનું શાનદાર કરિયર હવે રોહિત શર્મા બેંચ પર બેસાડીને ખતમ કરી રહ્યો છે. પૂર્વ કેપ્ટન વિરાય કોહલી અને પૂર્વ કોચ રવિ શાસ્ત્રી પણ તેમના રાજમાં આ ખેલાડીને ટીમ ઇન્ડિયામાં જગ્યા આપી રહ્યા ન હતા.

ભારત અને શ્રીલંકા સામે હાલમાં પૂર્ણ ૨ મેચની ટેસ્ટ સીરિઝમાં આ ખેલાડીને કેપ્ટન રોહિત શર્માએ પૂછ્યું પણ ન હતું. આ ખેલાડીનું અડધું કરિયર બેંચ પર બેસીને જ બરબાદ થઈ રહ્યું છે અને કોઈપણ તેને તક આપી રહ્યું નથી. રોહિત શર્મા કુલદીપ યાદવને ચાન્સ ન આપી વિરાટ કોહલી જેવી ભૂલ કરી રહ્યો છે.

માનવામાં આવી રહ્યું છે કે વિરાટ કોહલી પણ કુલદીપ યાદવને પોતાની પ્લેઈન્ગ ઇલેવન ટીમમાં સામેલ કરવાથી અચકાતો હતો. રોહીત શર્માએ શ્રીલંકા સામે પહેલી ટેસ્ટ મેચની પ્લેઇનગ ઇલેવનમાં ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન, લેફ્ટ આર્મ સ્પિનર રવિન્દ્ર જાડેજા અને ઓફ સ્પિનર જયંત યાદવને તક આપી હતી.

કુલદીપ યાદવને તક ન આપતા રોહિત શર્મા પર પણ સવાલ ઉઠી રહ્યા છે. રોહિત શર્મા કેપ્ટન બન્યો તે પહેલા જ્યાં સુધી ભારતીય ક્રિકેટમાં વિરાટ કોહલી અને રવિ શાસ્ત્રીનું રાજ ચાલી રહ્યું હતું, ત્યારે આ કુલદીપ યાદવનું કરિયર લગભગ બરબાદ થઈ રહ્યું હતું, કુલદીપ યાદવને ઘણી ઓછો ચાન્સ મળતો હતો અને તે ટીમ ઇન્ડિયામાંથી અંદર બહાર થઈ રહ્યો હતો.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.