Western Times News

Gujarati News

રોહિત શર્માની કબૂલાત -ક્યારે વિચાર્યું ન હતું કે વન ડેમાં ૨૦૦ રન કરી શકીશ

છેલ્લા કેટલાક સપ્તાહથી ગ્રાહકો તરફથી સંપૂર્ણ પેમેન્ટ ન મળવાને લીધે કંપનીને પૈસાની તકલીફ પડી રહી છેઃ રિપોર્ટ
નવી દિલ્હી,  સમગ્ર દુનિયામાં નામના મેળવનાર વિસ્ફોટક બેટ્‌સમેન રોહિત શર્મા વિશ્વમાં એકમાત્ર બેટ્‌સમેન છે જે ત્રણ બેવડી સદી ફટકારવામાં સફળ થઇ ચુક્યો છે. ભારતીય ઓપનર રોહિત શર્માએ કહ્યું કે, તેણે ક્યારેય વિચાર્યું નહોતું કે, તે ૨૦૧૩માં બેંગ્લુરુમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પોતાના વન-ડે કરિયરની પ્રથમ બેવડી સદી ફટકારશે. ભારતના લિમિટેડ ઓવર્સના વાઈસ કેપ્ટન રોહિતે વન-ડે કરિયરમાં અત્યાર સુધીમાં કુલ ત્રણ બેવડી સદી નોંધાવી છે અને તે આવું કરનારો એકમાત્ર બેટ્‌સમેન છે.

રોહિતે સ્ટાર આૅફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન સાથે ઇન્સ્ટાગ્રામ પર વાતચીત દરમિયાન કહ્યું, મેં ક્યારેય વિચાર્યું નહોતું કે વન-ડેમાં પણ ક્યારેય બેવડી સદી ફટકારીશ. હું સારી બેટિંગ કરવા માગતો હતો અને પિચ ખૂબ સારી હતી. રોહિતે ૧૫૮ બોલ પર ૨૦૯ રનની ઇનિંગ રમી હતી. તેણે પોતાની આ ઇનિંગ દરમિયાન ૧૨ ચોગ્ગા અને ૧૬ છગ્ગા લગાવ્યા હતાં. ભારતે સિરીઝની સાતમી અને અંતિમ મેચમાં આૅસ્ટ્રેલિયા વિરુદ્ધ ૫૭ રનથી જીત નોંધાવી હતી.

રોહિતે જણાવ્યું કે, પૂર્વ બેટ્‌સમેન યુવરાજ સિંહે તેને કહ્યું હતું કે, એક ઓપનર તરીકે તેની પાસે એક મોટો સ્કોર બનાવવાની તક છે. તેણે કહ્યું કે, ‘મને યાદ છે યુવી મને કહી રહ્યો હતો કે, તારા માટે આ મોટી તક છે. તારે માત્ર અત્યારે બેટિંગની શરૂઆત કરવાની છે.’ તેણે મને કહ્યું હતું કે, ‘તારી પાસે મોટો સ્કોર બનાવવાની સારી તક છે. મેચ પહેલા આ એક સારી વાતચીત હતી.’ ૩૫ વર્ષીય ઓપનિંગ બેટ્‌સમેને કહ્યું કે, ‘જ્યારે હું બેવડી સદી ફટકારીને પેવેલિયન ગયો ત્યારે કોઈએ મને કહ્યું કે, તું વધુ એક રમ્યો હોત તદો વીરેન્દ્ર સેહવાગનો રેકોર્ડ તોડી નાખત.’


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.