રોહિત શર્માને T20 પછી વનડેનો પણ કેપ્ટન બનાવાયો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2020/05/RohitSharma.jpg)
મુંબઈ, રોહિત શર્મા હવે ભારતનો નવો વનડે કેપ્ટન બની ગયો છે. T20 વર્લ્ડ કપ પછી વિરાટ કોહલીએ આ ફોર્મેટમાં કેપ્ટનશિપ છોડી દીધી હતી.
જોકે ત્યારપછી વ્હાઈટબોલ ક્રિકેટના ભવિષ્ય અંગે BCCI મોટો નિર્ણય લઈ શકે છે તેવી ચર્ચા જોરશોરથી ચાલી રહી હતી. તેવામાં દક્ષિણ આફ્રિકા ટૂર પહેલા ટેસ્ટ ટીમની જાહેરાત સાથે BCCIએ રોહિત શર્માને સત્તાવાર વનડે અને T20 કેપ્ટન તરીકે જાહેર કરી દીધો છે.
વળી બીજી બાજુ રોહિત શર્માને દક્ષિણ આફ્રિકા ટૂરથી ટેસ્ટ ફોર્મેટનો વાઈસ કેપ્ટન પણ પસંદ કરાયો છે. આ દરમિયાન ખરાબ પ્રદર્શનના કારણે ટેસ્ટ ફોર્મેટમાં વાઈસ કેપ્ટન તરીકે અજિંક્ય રહાણેનું પત્તું પણ કપાઈ ગયું છે.