Western Times News

Gujarati News

રોહિત શર્મા વિરાટના ફોર્મને લઈ મીડિયા પર ગુસ્સે થયો – શાંત રહેશો તો બધુ ઠીક થઈ જશે

કોલકતા, ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ મેચની ટી ૨૦ શ્રેણી શરૂ થઈ છે. ટીમ ઈન્ડિયાએ અગાઉ ત્રણ મેચની વનડે શ્રેણી ૩-૦થી કબજે કરી હતી. પ્રથમ ટી ૨૦ મેચની પૂર્વ સંધ્યાએ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ મીડિયા સાથે વાતચીત કરી હતી.

વિરાટ કોહલીના ખરાબ ફોર્મ પર સવાલ પૂછવામાં આવતા રોહિત મીડિયા પર ગુસ્સે થઈ ગયો અને તેણે કહ્યું- તમે લોકો શાંત રહેશો તો બધુ ઠીક થઈ જશે. વિરાટ છેલ્લા કેટલાક સમયથી ખૂબ જ ખરાબ ફોર્મમાં ચાલી રહ્યો છે. વિન્ડીઝ સામેની ત્રણ મેચમાં તે ૮, ૧૮ અને ૦નો સ્કોર કરવામાં સફળ રહ્યો હતો.

રોહિતે મીડિયાને કહ્યું- તમે લોકો તેને થોડા સમય માટે છોડી દો, તે ઠીક થઈ જશે. વિરાટ છેલ્લા એક દાયકાથી વધુ સમયથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી રહ્યો છે. જ્યારે કોઈ વ્યક્તિ આટલા લાંબા સમય સુધી ક્રિકેટ રમે છે ત્યારે તે દબાણમાં આવી જાય છે. બાકીનું બધું મીડિયા પર ર્નિભર છે. તેને થોડો સમય આપો, તે ઠીક થઈ જશે.

પ્રેસ કોન્ફરન્સમાં વિરાટ સિવાય રોહિતે ટી૨૦ માટે ટીમ કોમ્બિનેશન વિશે પણ વાત કરી. તેણે કહ્યું- હું ટી૨૦ મેચમાં કોઈ પ્રયોગ કરવાના પક્ષમાં નથી અને ન તો કરીશ. ‘પ્રયોગ’ શબ્દ તદ્દન ઓવર-રેટેડ છે. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ મેચની ટી ૨૦ શ્રેણીની તમામ મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાશે.

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું ટીમ ઈન્ડિયામાં હાજર તમામ ખેલાડીઓને તક આપવામાં આવશે? રોહિતે જવાબ આપતા કહ્યું- અમારી યોજના તમામ ખેલાડીઓની ચકાસણી કરવાની છે.

અમે એવા તમામ ખેલાડીઓને તક આપવા માંગીએ છીએ જેઓ વર્લ્‌ડ કપમાં રમશે. તે તેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સેટલ થવા માટે થોડો સમય પણ આપવા માંગે છે. ઘણા ખેલાડીઓ ઘાયલ છે. અમે નથી જાણતા કે વર્લ્‌ડ કપ સુધી કોણ ફિટ રહેશે. તેથી આપણે કોઈપણ પ્રકારની પરિસ્થિતિ માટે તૈયાર રહેવું પડશે.

રોહિતે કહ્યું- અમારે આવતા મહિનાઓમાં ઘણી મેચ રમવાની છે અને વ્યસ્ત શેડ્યૂલ છે અને ખેલાડીઓ ઈજાગ્રસ્ત થતા રહે છે. એટલા માટે એ મહત્વનું છે કે જે ખેલાડીઓ ફિટ છે તેમને દરેક તક આપવામાં આવે અને દરેક પ્રકારની પરિસ્થિતિ માટે તૈયાર રહે. અમે આ શ્રેણીમાં અને આવનારી શ્રેણીમાં અમારી બેન્ચ સ્ટ્રેન્થનો પૂરો ઉપયોગ કરવા માંગીએ છીએ. ટીમ ઈન્ડિયા માટે કયો ખેલાડી રમવાની ક્ષમતા ધરાવે છે તે જાેવા માંગુ છું.

જ્યારે હાર્દિક પંડ્યા વિશે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે રોહિતે કહ્યું- હાર્દિક અમારા માટે મહત્વપૂર્ણ ખેલાડી છે. તે ટીમ ઈન્ડિયાને ત્રણ રીતે મદદ કરી શકે છે. અત્યાર સુધી મેં ટીમ મેનેજમેન્ટ સાથે વાત કરી નથી કે તે માત્ર બેટ્‌સમેન તરીકે રમશે કે નહીં. અમે ઈચ્છીએ છીએ કે અમારા તમામ ખેલાડીઓ વર્લ્‌ડ કપ સુધી ફિટ રહે અને પસંદગી માટે ઉપલબ્ધ રહે. તે પછી અમે આગળના પગલા વિશે વિચારીશું, કોને ટીમમાં રાખવો અને કોને નહીં.

રોહિતે કહ્યું- અત્યારે તમામ ખેલાડીઓ માટે દરવાજા ખુલ્લા છે. અમે વર્લ્‌ડ કપ પહેલા યોગ્ય પ્લેઇંગ-૧૧ તૈયાર કરવા માંગીએ છીએ કારણ કે ઓસ્ટ્રેલિયાની સ્થિતિ અલગ હશે. ત્યાં આપણે અલગ વાતાવરણમાં રમવાનું છે.

ઓસ્ટ્રેલિયામાં રમવા માટે તમારે કૌશલ્યની જરૂર છે. અમે તૈયારી કરી રહ્યા છીએ અને તમામ ખામીઓને દૂર કરવા માંગીએ છીએ. આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયામાં T૨૦ વર્લ્‌ડ કપનું આયોજન થવાનું છે. તે જ સમયે, આવતા વર્ષે ભારતમાં વનડે વર્લ્‌ડ કપ પણ રમાશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.