Western Times News

Gujarati News

રોહિત-શિખરે નવો રેકોર્ડ બનાવ્યો-ગિલક્રિસ્ટ-હેડનને પાછળ છોડ્યા

ઓપનિંગ તરીકે રોહિત અને શિખરે ૧૭ વખત સદીની ભાગીદારી નોંધાવીઃ સચિન અને ગાંગુલીની જાેડી આગળ

પુણે,  ભારતીય ક્રિકેટ ટીમના ઓપનિંગ બેટ્‌સમેન રોહિત શર્મા એકવાર ફરી ઈંગ્લેન્ડ વિરુદ્ધ ત્રીજી વનડે મેચમાં મોટો સ્કોર કરવાનું ચુકી ગયો. તે સારી બેટિંગકરી રહ્યો હતો અને ૩૭ બોલનો સામનો કરતા ૬ ચોગ્ગાની મદદથી ૩૭ રન બનાવી ચુક્યો હતો પરંતુ આદિલ રાશિદની ઓવરમાં બોલ્ડ થઈ ગયો હતો.

તો શિખર ધવન પણ રાશિદનો શિકાર બન્યો હતો ધવને ૫૬ બોલમાં ૧૦ ચોગ્ગાની મદદથી ૬૭ રન બનાવ્યા હતા. તો બન્ને બેટ્‌સમેનો વચ્ચે ભાગીદારીમાં ૫૦૦૦ રન પણ પૂરા થઈ ગયા છે. ઈંગ્લેન્ડ વિરુદ્ધ ત્રીજી વનડે મેચમાં ટીમ ઈન્ડિયાને ઓપનરોએ સારી શરૂઆત અપાવી અને પ્રથમ વિકેટ માટે ૧૦૩ રનની ભાગીદારી કરી.

વનડે ક્રિકેટમાં આ ૧૭મી વખત છે જ્યારે રોહિત ધવનની જાેડીએ ૧૦૦થી વધુની ભાગીદારી કરી છે. આ બન્ને બેટ્‌સમેનોએ એડમ ગિલક્રિસ્ટ અને મેથ્યૂ હેડનને પાછળ છોડી દીધા જેણે વનડેમાં ઓપનિંગ કરતા ૧૬ વખત ૧૦૦થી વધુની ભાગીદારી કરી હતી. હવે રોહિત અને ધવન આ મામલે બીજા સ્થાને આવી ગયા છે. તો વનડેમાં ઓપનર તરીકે ૧૦૦થી વધુની ભાગીદારીનો રેકોર્ડ સચિન અને ગાંગુલીના નામે છે. આ બન્નેએ ૨૧ વખત સદીની ભાગીદારી કરી છે.

રોહિત શર્મા અને શિખર ધવને વનડેમાં ભાગીદારીમાં પાંચ હજાર રન પણ પૂરા કર્યા છે. આ મામલે પણ ગાંગુલી અને સચિનની જાેડી પ્રથમ સ્થાને છે. આ બન્ને વચ્ચે ૮૨૨૭ રનની ભાગીદારી થઈ છે. ત્યારબાદ સાંગાકારા અને જયવર્ધને વચ્ચે ૫૯૯૨ રન છે. તો દિલશાન અને સાંગાકારા વચ્ચે ૫૪૭૫ રન છે. જયસૂર્યા અને અટ્ટાપટ્ટુ વચ્ચે ૫૪૬૨ રન છે. ગિલક્રિસ્ટ અને હેડન વચ્ચે ૫૪૦૯ રન છે. ગ્રિનિજ અને હેન્સ વચ્ચે ૫૨૦૬ રન છે. તો રોહિત અને ધવન વચ્ચે ૫૦૦૪ રન થઈ ગયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.