રોહિત શેટ્ટીએ સિંઘમની ત્રીજી સિક્વલ માટે તૈયારી શરુ કરી
મુંબઈ, રોહિત શેટ્ટી પોતાની એક્શન ફિલ્મો માટે વખણાય છે. અજય દેવગણ સાથે તેણે સિંઘમ અને સિંઘમ રિટર્ન્સ નામની બે એક્શન ફિલ્મ કરી હતી. આ બન્ને ફિલ્મમાં અજય દેવગણે પોલીસકર્મીનો રોલ કર્યો હતો જેનું નામ બાજીરાવ સિંઘમ હતું.
આ બન્ને ફિલ્મોને લોકોએ ખૂબ પસંદ કરી હતી. બન્ને ફિલ્મોની સફળતા પછી રોહિત શેટ્ટી આ સીરિઝમાં ત્રીજી ફિલ્મ લાવવાની તૈયારી કરી રહ્યો છે. લેટેસ્ટ રિપોર્ટ અનુસાર, અજય દેવગણ અને રોહિત શેટ્ટી કાશ્મીરના રિયલ લોકેશન પર સિંઘમ ૩ માટે શૂટિંગ કરશે.
ફિલ્મમાં અજય દેવગણ દેશમાં શાંતિ અને સુરક્ષા માટે એન્ટી-નેશનલ એલિમેન્ટ સામે લડતો જાેવા મળશે. રિપોર્ટ અનુસાર, ફિલ્મના ડ્રાફ્ટ પર અત્યારે કામ ચાલી રહ્યું છે. મેકર્સ આવતા વર્ષે સપ્ટેમ્બરમાં આ પ્રોજેક્ટ પર કામ શરુ કરશે. મેકર્સ ફિલ્મ માટે અત્યારે તૈયારી કરી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ફિલ્મ મોટા પડદા પર ૨૦૨૩માં રીલિઝ થવાની છે.
મેકર્સ ફિલ્મને સ્વતંત્રતા દિવસ પર રીલિઝ કરવા માંગે છે. રોહિત શેટ્ટી ફિલ્મના શૂટિંગ માટે ટીમને કાશ્મીર, દિલ્હી અને ગોવા લઈ જશે. કહેવામાં આવી રહ્યું છે કે, રોહિત શેટ્ટીની ફિલ્મ સિંઘમ ૩ કોપ યુનિવર્સની સૌથી મોટી ફિલ્મ હશે.
રોહિત શેટ્ટી પોતાના યુનિવર્સના આર્યન મેનને નેક્સ્ટ લેવલ પર લઈ જવા માંગે છે. રોહિત શેટ્ટી માટે સિંઘમ સૌથી પ્રભાવશાળી કેરેક્ટર છે અને તે ફિલ્મ સિંઘમ ૩ સાથે આ કેરેક્ટરને વધારે ઉપર લઈ જવા માંગે છે. રોહિત શેટ્ટી માત્ર સ્ક્રિપ્ટ પર કામ નથી કરી રહ્યો, તે મોટા લેવલ પર એક્શન પણ ડિઝાઈન કરી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે દિવાળીના અવસર પર રોહિત શેટ્ટીની ફિલ્મ સૂર્યવંશી રીલિઝ થઈ છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર અને કેટરિના કૈફ મુખ્ય પાત્રમાં જાેવા મળ્યા છે. અજય દેવગણ અને રણવીર સિંહનો પણ કેમિયો રોલ છે. આ ફિલ્મ ૧૦૦ કરોડ ક્લબમાં પહોંચી ગઈ છે. વર્ક ફ્રંટની વાત કરીએ તો, અજય દેવગણ ભુજ- ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા ફિલ્મમાં જાેવા મળ્યો હતો. હવે તે આરઆરઆર, ગંગુબાઈ કાઠિયાવાડી, મે ડે, મેદાન, થેન્ક ગોડ, દ્રશ્યમ ૨માં કામ કરશે.SSS