રોહિત ૨૭ કિલોનો કેમેરા ઊંચકીને એક્શન સીન શૂટ કરે છે

ગોવામાં ચાલી રહ્યું છે ઈન્ડિયન પોલીસ ફોર્સનું શૂટિંગ
વિડીયો શેર કરતાં સિદ્ધાર્થે લખ્યું હતું, જ્યારે રોહિત શેટ્ટી સર એક્શન કહે ત્યારે એનો અર્થ ખરેખર એક્શન હોય છે
મુંબઈ,બોલિવુડ એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા રોહિત શેટ્ટીની વેબ સીરીઝ ઈન્ડિયન પોલીસ ફોર્સ દ્વારા ઓટીટી પ્લેટફોર્મ પર પર ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. ડાયરેક્ટર રોહિત શેટ્ટીના કોપ યુનિવર્સના આ વેબ શો પાસેથી લોકોને ખાસ્સી અપેક્ષા છે. આ શોમાં સિદ્ધાર્થ મલ્હોત્રા ઉપરાંત શિલ્પા શેટ્ટી, વિવેક ઓબેરોય અને ઈશા તલવાર મહત્વના રોલમાં છે.
સિદ્ધાર્થ અને રોહિત શેટ્ટીએ મોટાપાયે આ વેબ શોની જાહેરાત કરી હતી. ધમાકેદાર ટીઝર વિડીયો શેર કરવામાં આવ્યો હતો. જેમાં રોહિત શેટ્ટીના અંદાજમાં ગાડીઓ ઉછળતી જાેવા મળી હતી. વિડીયો શેર કરતાં સિદ્ધાર્થે લખ્યું હતું, જ્યારે રોહિત શેટ્ટી સર એક્શન કહે ત્યારે એનો અર્થ ખરેખર એક્શન હોય છે. એક્શન કિંગના કોપ યુનિવર્સમાં પ્રવેશ માટે ઉત્સાહિત છું. હાલ સિદ્ધાર્થ અને રોહિત શેટ્ટી ગોવામાં આ વેબ શોનું શૂટિંગ કરી રહ્યા છે.
રોહિત શેટ્ટીએ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક્શન સીક્વન્સના શૂટિંગનો એક વિડીયો શેર કર્યો છે. આ બિહાઈન્ડ ધ સીન વિડીયોમાં રોહિત શેટ્ટી સીનને કેપ્ચર કરવા માટે કેમેરા લઈને દોડી રહ્યો છે. પડદા પર દમદાર દેખાતા એક્શન સીનનું શૂટિંગ કઈ રીતે થાય છે તે દર્શાવવાની રોહિત શેટ્ટીએ કોશિશ કરી છે. રોહિતે આ વિડીયો શેર કરતાં લખ્યું, “ગ્લાસ તૂટવા, શરીર પર ઈજા થવી અને સીડી પરથી પડી જવું અમારા માટે સામાન્ય છે એ વાત કેટલી વિચિત્ર છે.
અરે હા, આ કેમેરાનું વજન ૨૭ કિલો છે.” આ વિડીયો પર શિલ્પા શેટ્ટીએ કોમેન્ટ કરતાં લખ્યું, વધુ એક સામાન્ય દિવસ રોહિત શેટ્ટી. આ ફિલ્મનું ડાયરેક્શન રોહિત શેટ્ટી અને સુશ્વંત પ્રકાશ કરી રહ્યા છે. વેબ શોની સ્ટોરી રોહિત શેટ્ટીએ અનુષા નંદાકુમાર અને સંદીપ સાકેત સાથે મળીને લખી છે. ‘ઈન્ડિયન પોલીસ ફોર્સ’ના પ્રોડ્યુસર રોહિત શેટ્ટી પિક્ચર્ઝ અને રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટ છે. આ સીરિઝ વિશે વાત કરતાં રોહિત શેટ્ટીએ કહ્યું હતું,
ઈન્ડિયન પોલીસ ફોર્સ’ મારા માટે ખાસ છે અને હું કેટલાય વર્ષોથી આના પર કામ કરી રહ્યો છું. હવે દુનિયાભરમાં વસતાં લોકો ઓટીટીના માધ્યમથી આ જાેશે તેના માટે હું કૃતજ્ઞ છું.” નોંધનીય છે કે, આઠ ભાગની આ સીરીઝ દ્વારા રોહિત શેટ્ટી પહેલીવાર શિલ્પા શેટ્ટી, વિવેક ઓબેરોય અને સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે કામ કરી રહ્યો છે. દરમિયાન સિદ્ધાર્થના વર્કફ્રંટની વાત કરીએ તો, તે ‘યોદ્ધા’, ‘મિશન મજનુ’ અને ‘થેન્ક ગોડ’ જેવી ફિલ્મોમાં દેખાશે. બીજી તરફ રોહિત શેટ્ટી ‘સર્કસ’, ‘સિંઘમ ૩’ અને મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર રાકેશ મારિયાની બાયોપિકને ડાયરેક્ટ કરશે.sss