Western Times News

Gujarati News

ર્નિદયી માતા-પિતા ૬ બાળકો પર કાળ બનીને તૂટી પડ્યા

નવી દિલ્હી: યુનાઈટેડ કિંગડમથી હત્યાની હિચકારી ઘટના સામે આવી છે. અહીં કળિયુગી માતાપિતાએ પોતાના જ બે માસૂમ બાળકોને ર્નિદયતાપૂર્વક મોતને ઘાટ ઉતારી દીધા. માતા પિતાએ પોતાના કુલ ૬ બાળકોને મારવાની કોશિશ કરી પરંતુ ૨ને બાદ કરતા બાકીના બાળકો યેનકેન પ્રકારે બચી ગયા. સમગ્ર મામલો જાણીને અરેરાટી થશે.

યુનાઈટેડના યોર્કશાયરમાં માતા પિતાએ પોતાના બે બાળકોને ગળું દબાવીને મારી નાખ્યા. આ ઉપરાંત અન્ય ચાર બાળકોને પણ મારવાના પ્રયત્ન કર્યા પરંતુ સફળ થયા નહી. માતા પિતાએ કુલ ૫ વખત બાળકોને મારવાની કોશિશ કરી. પોલીસના જણાવ્યા મુજબ માતા પિતાએ પોતાના બે બાળકોને મારી નાખ્યા અને અન્યને મારવાની કોશિશ કરી. તેમણે આવું એટલા માટે કર્યું કારણ કે તેઓ દુનિયાથી પોતાનો સંબંધ છૂપાવવા માંગતા હ તા. તેમણે વિચાર્યું કે જ્યારે બાળકો જ નહીં રહે

તો તેમનો સંબંધ પણ બહાર નહીં પડે. માર્યા ગયેલા બાળકોના નામ ત્રશન બરાસ અને બ્લેક બરાસ છે. ત્રિશનની ઉંમર ૧૪ વર્ષની હતી જ્યારે બ્લેકની ઉંમર ૧૩ વર્ષ હતી. કોર્ટમાં માતા પિતા પર પોતાના બે બાળકોની હત્યા અને અન્ય બાળકોની હત્યા કરવાની કોશિશનું અપરાધ સાબિત થઈ ગયો. ત્યારબાદ કોર્ટે તેમને ૩૫ વર્ષ જેલમાં કેદની સજા સંભળાવી. માતા પિતાએ પોતાના ૬ બાળકોને મારવાની કોશિશ કરી હતી. અને ૫ વાર મારવાના પ્રયત્ન કર્યા હતાં.

મિરરના અહેવાલ મુજબ હવે સ્થાનિક પ્રશાસને તે ઘરને તોડી પાડવાનો ર્નિણય લીધો છે જેમાં માતા પિતાએ બાળકોને મોતને ઘાટ ઉતાર્યા હતા. ઘર તોડી પાડવાથી લોકો ખુશ છે. તેમનું માનવું છે કે આમ કરવું એ જ મૃતક બાળકોને સાચી શ્રદ્ધાંજલિ છે. એક પડોશીએ નામ ન જણાવવાની શરતે યોર્કશાયર લાઈવને જણાવ્યું કે આ ઘર ખુબ જ ડરામણું છે. અમે તેની પાસે જતા ડરીએ છીએ. અહીં માતાપિતાએ પોતાના જ બે બાળકોની હત્યા કરી હતી. જ્યારે કોઈ નવું અહીં આવે છે ત્યારે આ ઘરને ખુબ ચોંકાવનારી નજરે જુએ છે. સામાન્ય રીતે લોકો તેની આજુબાજુ જતા બચે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.