ર૦પ૦ સુધીમાં ૭૦ કરોડ લોકોના કાન થઈ શકે છે ખરાબઃ WHOની ચેતવણી
નવી દિલ્હી, કહેવાય છે કે સૌથી પહેલાં માણસમાં સાંભળવાની શક્તિ જાગૃત થાય છે. જેનંું ઉદાહરણ મહાભારતમાં અભિમન્યુમાંથી મળે છે. જેણે યુધ્ધનું કૌશલ્ય માતાના પેટમાં રહીને માત્ર સાભળીને શિખ્યું હતું. જાે કે વર્તમાન સમયમાં દુનિયાભરમાં અંદાજીત ૪૦૦ મિલિયન લોકો પોતાની સાંભળવાની શક્તિ ગુમાવી ચૂક્યા છે.
આટલું જ નહીં સાંભળવાની ક્ષમતાને લઈને જારી વર્લ્ડ હિઅરિંગની રિપોર્ટ વધારે ચોંકાવનારી છે. રિપોર્ટ મુજબ ર૦પ૦ સુધીમાં આ આંકડો ૭૦૦ મિલિયન એટલે કે ૭૦ કરોડથી પણ ઉપર પહોંચી જશે. જેનું મુખ્ય કારણ ઉંચા અવાજે સાંભળવામાં આવતું સંગીત છે.
સાંભળવાની ક્ષમતા ગુમાવવા પાછળના ઘણા કારણો છે. પરંતુ સૌથી મોટું કારણ લાંબા સમય સુધી ઉંચા અવાજમાં સંગીત સાંભળવાનું છે. આ મામલે વર્લ્ડ હિઅરિંગ દ્વારા રિપોર્ટ જારી કરવામાં આવ્યો છે. જેમાં કેવી રીતે સાંભળવાની ક્ષમતા જાળવી રાખવી તે અંગે માહિતી આપવામાં આવી છે.
આ પહેલી વખત સાંભળવાની શક્તિને લઈને વિશ્વમાં રિપોર્ટ લોન્ચ કરવામાં આવ્યો છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનું અનુમાન છે કે પૂરી દુનિયામાં સાંભળવાની શક્તિને લઈને જે સમસ્યા પેદા થઈ રહી છે તેનું કારણ ઉંચા અવાજે સંગીત સાંભળવું છે. આજે દુનિયાભરમાં ૬૦ ટકા યુવાન અને કિશોર પ્રભાવિત થઈ રહ્યાં છે.
રિપોર્ટ મુજબ બહેરાશની સમસ્યા વધુ પડતી એવા દેશોમાં છે જે પૂરી રીતે વિકસિત થયા નથી. આ ઉપરાંત આ દેશોએ સાંભળવાની ક્ષમતાને લઈને કોઈપણ પ્રકારની નીતિ બનાવી નથી અને લોકો જાગૃત પણ નથી.
દેશોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરની પણ કમી છે. તેવામાં જાે વ્યક્તિ સાંભળવાની ક્ષમતા ગુમાવે તો બાદમાં ભાષા શિખવામાં પણ મુશ્કેલી આજે છે. અને કોઈને સાથે સંવાદ કરવો ખૂબ જ સીમિત બને છે.