Western Times News

Gujarati News

ર૦ર૦-ર૧માં સીટી “સ્માર્ટ” નહિ બને !

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પ્રવર્તી રહેલી આર્થિક કટોકટીના પગલે રૂા.૧પ૦૦ કરોડના કામ હાલ પુરતા બંધ રાખવા નિર્ણય કરવામાં આવ્યો છે. મ્યુનિ. કમિશ્નરના ડ્રાફટ બજેટમાં જે કામો સુચવવામાં આવ્યા હતા તે પૈકી માત્ર પ્રાથમિક સુવિધાના કામો જ પુરા થશે. તેવી જ રીતે જનમાર્ગ, એએમટીએસ, રીવરફ્રંટ અને સ્માર્ટસીટીના કામોમાં પણ કાપકૂપ થવાની શકયતા છે. ર૦ર૦-ર૧માં સ્માર્ટ સીટીના જે કામો સુચવવામાં આવ્યા હતા તે પૈકી લગભગ ૭૦ ટકા કામો પર બ્રેક વાગી શકે છે તેથી જ ર૦ર૦-ર૧માં સીટી “સ્માર્ટ” નહિ બને તેવા કટાક્ષ પણ થઈ રહયા છે.

મ્યુનિ. કમિશ્નરે બજેટના કામો પૈકી માત્ર જરૂરીયાતવાળા કામ કરવા આદેશ કર્યા છે. સાથે સાથે સ્માર્ટ સીટીના કામો પણ હાલ પૂરતા રોકવામાં આવ્યા છે. આંતરીક સૂત્રોએ જણાવ્યા મુજબ સ્માર્ટ સીટી અંતર્ગત થનાર કામો પૈકી અનેક કામો રદ થઈ શકે છે. જયારે લગભગ પાંચ કરતા વધુ કામો મુલત્વી રાખવા નિર્ણય થયો છે. જેમાં બસમાં વાઈફાઈ સુવિધા આપવા, આંગણવાડીના કામ, સ્માર્ટ શાળા, ઈલેકટ્રીક ચાર્જીંગ કોલ્ડ ઈમ્યુલેશન ટેકનોલોજીથી ખાડા પુરવા, એસટીઈએમ લેબ (ર૭૮ શાળા) વગેરે મુખ્ય છે. પૂર્વ કમિશ્નરે ડ્રાફટ બજેટમાં ખાડા મુક્ત અમદાવાદની ઘોષણા કરી હતી જે માત્ર બજેટ પુરતી જ સીમિત રહી છે સ્માર્ટ સિટી અંતર્ગત રૂા.૧૧૩ કરોડના ખર્ચથી લેટેસ્ટ કોલ્ડ ઈમ્યુલેશન ટેકનોલોજીથી ખાડા પુરવા માટે મંજુરી આપી હતી.

વર્તમાન મ્યુનિ. કમિશ્નરે સ્માર્ટ સીટી અંતર્ગત થનાર આ કામ પર બ્રેક લગાવી છે. તથા ખાડા પુરવા માટે પીરાણા ડમ્પીંગ સાઈટના ડેબરીઝનો ઉપયોગ કરવા આદેશ કર્યો છે તેવી જ રીતે બસમાં ફ્રી વાઈ-ફાઈના વિચારને પણ પડતો મુકવામાં આવ્યો છે. ટેલીકોમ કંપનીઓ સસ્તા દરે ઈન્ટરનેટ સુવિધા આપી રહી હોવાથી ફ્રી વાઈ-ફાઈના કામને પણ અભરાઈ પર મુકવામાં આવ્યુ છે. આંગણવાડી માટે રાજય સરકાર દ્વારા ડેવલપ કરવામાં આવેલા સોફટવેરનો ઉપયોગ થઈ રહયો છે

તેથી આંગણવાડીના કામ પણ ચાલુ વરસે થશે નહિ. તેમજ રૂા.૧૨ કરોડના ખર્ચથી તૈયાર થનાર જી્‌ઈસ્ લેબનો પ્રોેજેક્ટ પણ પડતો મૂકવામાં આવ્યો છે. તેમજ સ્માર્ટ સીટી અંતર્ગત થનાર ઈજનેર વિભાગના કામો રદ કરવા માટે પણ વિચારણા ચાલી રહી છે જેમાં નેટવર્ક સ્કાડા મુખ્ય છે. પાણીના અપુરતા પ્રેશર તથા પાણી સપ્લાય ન થવાની ફરીયાદ દુર કરવા માટે નેટવર્ક પર વોટર મીટર લગાવવા માટે મંજુરી આપવામાં આવી હતી તથા લગભગ ર૦૦ જેટલા મીટરની ખરીદી થઈ ચુકી છે. સૂત્રોએ જણાવ્યા મુજબ ખરીદ કરવામાં આવેલા મીટર લગાવીને પ્રોજેકટ પર રોક લગાવવામાં આવી શેક છે

તેવી જ રીતે રૂા.૩૬ કરોડના ખર્ચથી તૈયાર થનાર સુઅરેજ સ્કાડા અને સ્ટેડીયમ વોર્ડમાં રૂા. સાત કરોડના ખર્ચથી નવા નેટવર્ક નાંખવાના કામ પણ મુલત્વી રાખવાની દરખાસ્ત તૈયાર થઈ છે જયારે સોલીડ વેસ્ટ વિભાગ માટે ૩૦૦ સ્માર્ટ ડસ્ટબીન અને વાહનોની ખરીદી કરવા માટે મંજુરી આપવામાં આવી હતી તેને પણ બ્રેક મારવામાં આવી છે. શહેરમાં ૧૦૦ જેટલા સ્થળોએ ઈલેકટ્રીક ચાર્જીગ પ્રોજેકટ પણ બંધ રાખવામાં આવી શકે છે તેમ સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું.
અત્રે નોંધનીય છે કે સ્માર્ટ સીટી અંતર્ગત જનમાર્ગમાં ૩૦૦ ઈલેકટ્રીક બસોની ખરીદી રોકવા માટે પણ નિર્ણય કરવામાં આવ્યો છે પરંતુ તેની વિધિવત્‌ જાહેરાત થઈ નથી.

સ્માર્ટ સીટી માટે જુદા- જુદા વિભાગો પાસેથી કેટલા કામ રદ કરવા તેના માટે વિગતો મંગાવવામાં આવી છે. મ્યુનિ. કોર્પોરેશનના વિવિધ વિભાગો તરફથી મળેલી દરખાસ્તના આધારે સ્માર્ટસીટીના કામો રદ કરવા માટે નિર્ણય લેવામાં આવશે. રાણીપ વિસ્તારમાં સ્માર્ટ સીટીના નેજા હેઠળ “ટ્રાન્સપોર્ટ હબ” બનાવવા નિર્ણય કરવામાં આવ્યો છે જેના માટે ટેન્‌૯ર જાહેર કરવામાં આવ્યા હતા પરંતુ કોઈ એ રસ દાખવ્યો ન હતો. તેથી ફરીથી ટેન્ડર જાહેર કરવામાં આવશે સદ્‌ર પ્રોજેકટ પીપીપી ધોરણે થઈ રહયો છે. જેમાં મ્યુનિ. કોર્પોરેશન તરફથી માત્ર જમીન ફાળવવામાં આવશે. પ્રોજેકટ માટે રૂા.૪પ૦ કરોડના ખર્ચનો અંદાજ મુકવામાં આવ્યો છે જેની તમામ જવાબદારી કોન્ટ્રાકટરના શિરે રહેશે તેથી “ટ્રાન્સપોર્ટ હબ” પ્રોજેકટને પુર્ણ કરવા તરફ ધ્યાન આપવામાં આવી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.