Western Times News

Gujarati News

ર૦૪પની ડીમાન્ડને ધ્યાનમાં રાખી જાસપુર પ્લાન્ટની ક્ષમતામાં વધારો થશે

જાસપુરથી વૈષ્ણોદેવી સુધી રપ૦૦ એમએમની નવી લાઈનો નાંખવામાં આવશે
(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ શહેરના વસ્તી અને વિસ્તાર વધવાની સાથે પ્રાથમિક સુવિધાઓના માળખામાં પણ વધારો કરવામાં આવી રહયો છે. શહેરના પુર્વ અને દક્ષિણ ઝોનના વિસ્તારોમાં પાણીની સમસ્યા હળવી કરવા માટે રાસ્કાની ક્ષમતામાં વધારો કરવામાં આવી રહયો છે તદ્‌પરાંત કમોડ સુધી પાણીની નવી લાઈનો નાંખવા માટે પણ આયોજન કરવામાં આવ્યુ છે. શહેરના નવા પશ્ચિમ ઝોનના વિસ્તારોમાં પાણીની સમસ્યા થોડી ગંભીર છે. જાેધપુર વોર્ડમાં ર૪ટ૭ પ્રોજેકટ શરૂ કરવામાં આવ્યો છે. પરંતુ “નલ સે જલ” અભિયાન બાદ ર૪ટ૭ પ્રોજેકટનું મહત્વ રહયુ નથી. નવા પશ્ચિમ ઝોનમાં પાણી જાેડાણ માટે પણ અન્ય ઝોન કરતા અલગ નિયમો અને વધુ ચાર્જ છે. નવા પશ્ચિમ ઝોનના વિસ્તારોની પાણી સમસ્યા હળવી કરવા માટે મનપા દ્વારા ર૦૪પ સુધીનું પ્લાનીંગ તૈયાર કરવામાં આવ્યુ છે. જેમાં જાસપુર પ્લાન્ટની ક્ષમતામાં વધારો કરવાની સાથે રપ૦૦ એમ.એમ.ની નવી લાઈનો નાંખવામાં આવશે.

શહેરના નવા પશ્ચિમ ઝોન વિસ્તારમાં જાસપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી પાણી સપ્લાય કરવામાં આવે છે. જાસપુર પ્લાન્ટની ક્ષમતા હાલ ૪૦૦ એમ.એલ.ડી. છે. જેમાં દૈનિક ૩૮પ એમ.એલ.ડી. પાણી શુધ્ધ કરીને સપ્લાય થાય છે જાસપુર પ્લાન્ટમાંથી વૈષ્ણોદેવી ઓવરહેડ સુધી રર૦૦ એમ.એમ.ની લાઈન મારફતે પાણી લઈ જવામાં આવે છે. જેની વહન ક્ષમતા ૪૦૦ એમ.એલ.ડી છે જેમાં ઉત્તર પશ્ચિમ ઝોન, દક્ષિણ પશ્ચિમ ઝોન અને પશ્ચિમ ઝોનના ત્રણ વોર્ડના વોટર ડીસ્ટ્રી. સેન્ટરોમાં પાણી ભરવામાં આવે છે. પશ્ચિમ ઝોનના ચાંદખેડા- મોટેરા, રાણીપ અને નવા વાડજના વો.ડી. સ્ટેશનમાં જાસપુરના પાણી ભરવામાં આવે છે. જાસપુરથી અંદાજે રર લાખ વસ્તીને પાણી સપ્લાય થાય છે. જાસપુર પ્લાન્ટમાંથી હાલ ૫૨ વો.ડી. સ્ટેશન માં પાણી સપ્લાય થાય છે જ્યારે હાલ નવા ૧૯ વો.ડી. સ્ટેશન તૈયાર થઈ રહ્યા છે જેમા પશ્ચિમ ઝોનના ૦૪, ઉ.પ. ઝોનના ૦૭, દ.પ.ઝોનના ૦ર તેમજ બોપલના ૦૬ મળી કુલ ૧૯ વો.ડી. સ્ટેશનમાં પાણી સપ્લાય કરવામાં આવશે.

શહેરમાં નવા વિસ્તારોના સમાવેશ તેમજ ભવિષ્યની જરૂરીયાતને ધ્યાનમાં લઈ જાસપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની ક્ષમતામાં વધારો કરવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે. સુત્રોએ જણાવ્યા મુજબ જાસપુરમાં રૂા.૬૦ કરોડના ખર્ચથી ૧પ૦ એમ.એલ.ડી ક્ષમતા વધારવા માટે નવા પમ્પીંગ સ્ટેશનના કામ ચાલી રહયા છે. જેના કારણે ભવિષ્યમાં પશ્ચિમ વિસ્તારની જરૂરીયાતને ધ્યાનમાં રાખી ર૦૦ એમ.એલ.ડી. ક્ષમતાનો વોટર ટ્રીટમેન્ટ સરળતાપૂર્વક બની શકે છે. તેમાં ર૦૦ એમ.એલ.ડી ટ્રીટમેન્ટ પ્લાન્ટ સાથે ક્લીયર વોટર સમ્પ પંપહાઉસ બનાવવામાં આવશે. હાલ જાસપુરથી વૈષ્ણોદેવી ઓવર હેડ સુધી રર૦૦ એમ.એમ.ની લાઈન છે તેની સમાંતર અથવા નવી રપ૦૦ એમ.એમ.ની નવી લાઈનો નાંખવામાં આવશે, જેના માટે રૂા.૮૦ કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે. નવી લાઈનોનું કામ પુર્ણ થયા બાદ વૈષ્ણોદેવીથી વેસ્ટર્ન ટ્રંન્ક મેન માં જાેડાણ કરી પમ્પીંગથી સરખેજ, વેજલપુર, મકતમપુરા વિસ્તારમાં પાણી સપ્લાય કરવા માટે આયોજન કરવામાં આવ્યુ છે. રીંગરોડ પર વૈષ્ણોદેવી ટાંકીથી શાંતિપુરા સર્કલ સુધી ર૦ કિ.મી. લંબાઈની નવી લાઈનો નાંખી પાણી સપ્લાય થાય છે. જયારે બોપલ-ઘુમામાં સપ્ટેમ્બરથી સપ્લાય શરૂ કરવામાં આવશે.

મ્યુનિ. ઈજનેર વિભાગના સુત્રોએ વધુમાં જણાવ્યા મુજબ જાસપુર પ્લાન્ટની ક્ષમતામાં જે વધારો થાય ોછે તે ર૦૩૧ની સાલને ધ્યાનમાં રાખી કરવામાં આવ્યો છે. ર૦૩૧માં ૩૪ લાખની વસ્તી થશે તેમજ તે સમયે દૈનિક ૬ર૦ એમએલડીની ડીમાન્ડ રહેશે. જાેકે તંત્ર દ્વારા ર૦૪પની ડીમાન્ડ મુજબ આયોજન થઈ રહયુ છે. ર૦૪પમાં નવા પશ્ચિમ ઝોનમાં પ૬ લાખની વસ્તી અને એક હજાર એમએલડી પાણીની ડીમાન્ડ રહેવાનું અનુમાન છે. જાસપુર ખાતે અગાઉ રો-વોટર પમ્પ હાઉસ માટે આયોજન કરવામાં આવ્યુ હતુ તેમજ તે મુજબ ટેન્ડર જાહેર કરવામાં આવ્યા હતા. પરંતુ હાલ ધોળકા બ્રાન્ચમાંથી પાણી લેવામાં આવે છે તેના બદલે નર્મદા મેઈન કેનાલમાંથી પાણી લેવાનું આયોજન હોવાથી રો-વોટર પમ્પનું કામ રદ કરવામાં આવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.