Western Times News

Gujarati News

ર૦ ફ્‌લાઇટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

(એજન્સી) નવી દિલ્હી,
દેશમાં ફરી એક વખત વધુ ૧૪ ફ્‌લાઇટને બોમ્બની ધમકી મળી છે. અમદાવાદથી મુંબઇ જતી અકાશા એર સહિત ર૦ ફ્‌લાઇટને બોમ્બની ધમકી મળી છે. અત્યાર સુધી ૭૦થી વધુ ફ્‌લાઇટને બોમ્બની ધમકી મળી ચુકી છે.અકાશા એરના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ૨૦ ઓક્ટોબરના રોજ ઓપરેટ થતી અકાશા એર ફ્‌લાઇટને બોમ્બની ધમકી મળી છે.

અમદાવાદથી મુંબઇ માટે ઉડતી QP૧૧૦૨, દિલ્હીથી ગોવા વચ્ચે ઉડતી QP૧૩૭૮, મુંબઇથી બાગડોગરા વચ્ચે ઉડતી QP૧૩૮૫ સહિતની ફ્‌લાઇટને બોમ્બની ધમકી મળી છે. આ અઠવાડિયે આશરે ૭૦થી વધુ નેશનલ અને ઇન્ટરનેશનલ ફ્‌લાઇટમાં બોમ્બની ધમકી મળી છે. નાગરિક ઉડ્ડયન સુરક્ષા બ્યુરો એ એરલાઇનના CEO  અને પ્રતિનિધિઓ સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું જેથી જલદી આ સમસ્યાનું સમાધાન કાઢી શકાય.

શનિવારે સ્થિતિ ત્યારે વધુ ગંભીર બની જ્યારે ઇન્ડિયન એરલાઇન્સની ૩૦થી વધુ ફ્‌લાઇટને બોમ્બની ધમકી મળી હતી જેમાં સુરક્ષા એજન્સીઓએ તપાસ હાથ ધરી હતી. નાગરિક ઉડ્ડયન મંત્રાલય ફેક બોમ્બ ધમકીની ઘટનાઓને રોકવા માટે કડક નિયમ બનાવવાની યોજના બનાવી રહ્યું છે. આ નિયમ હેઠળ ગુનેગારને નો-ફ્‌લાય લિસ્ટમાં સામેલ કરવામાં આવશે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.