Western Times News

Gujarati News

ર૭ જુને સરકારી બેંક કર્મચારીઓ આ કારણસર હડતાળ પાડશે

પ્રતિકાત્મક

ત્રણ દિવસ સુધી બેકો બંધ રહેશેઃ નવ બેક યુનિયનોનું એલાન

નવીદિલ્હી, જુન મહીનાના આખરી સપ્તાહમાં જાહેર ક્ષેત્રની સરકારી બેંકોના કર્મચારીઓ હડતાળ પર જઈ શકે છે. હકીકતમાં નવ બેક યુનિયનની સંયુકત સંસ્થા યુનાઈટેડ ફોર ઓફ બેક યુનીયન યુએફબીયુ એ ર૭ જુેને હડતાળ પર જવાની ચીમકી આપી છે. યુએફબીયુએ જણાવ્યું છે કે જાે સરકાર તેમની માગણીઓ સ્વીકારશે નહી તો સરકારીબેંકોના કર્મચારીઓ એક દિવસ કામકાજથી અળગા રહેશે.

જાે કર્મચારીઓ ર૭ જુને હડતાળ પાડશે તો બેંકો સતત ત્રણ દિવસ સુધી બંધ રહેશે. કારણ કે રપ જુને મહીનાનો ચોથો અને આખરી શનીવાર છે. અને ર૬ જુને રવીવાર છે.

આ બંને દિવસોએ બેંકોમાં સામાન્યતઃ રજા હોવાથી ૬ દિવસ સુધી બેંકમાં તમામ કામકાજ ખોરવાશે. યુએફબીએ ઘણા લાંબા સમયથી બેકોમાં પાંચ દિવસની સપ્તાહ એટલે કે ફાઈવ-ડે વીક લાગુ કરવાની માગણી કરી છે. તેમનું કહેવું છે કે બેંકો સપ્તાહમાં માત્ર પાંચ દિવસ જ ચાલવી જાેઈએ. પ્રાઈવેટ સેકટરની મોટા ભાગની બેંકોમાં આ નિયમન લાગુ છે.

યુએફબીએ જણાવ્યું છે કે જાે સરકાર ફાઈવ-ડે વીક અને પેન્શન સંબંધી તેમની અન્ય માગણીઓ સ્વીકારશે નહી તો સરકારીબેકોના કર્મચારીઓ ર૭ જુને અવશ્ય હડતાળ પાડશે. ઓલ ઈન્ડીયા બેક ઓફીસર્સ કન્ફેડેરશેન એઆઈબીઓસીના જનરલ સેક્રેટરી સૌમ્યા દત્તાએ જણાવ્યું છેકે દેશભરના સાત લાખ બેંક કર્મચારીઓ આ હડતાળમાં જાેડાશે.

ઓલ ઈન્ડીયા બેંક એમ્પલોઈ એસોસીએશનના જનરલ સેક્રેટરી સી.એચ. વેકટચલમે યુએફબીયુની બેઠક બાદ જણાવ્યું હતું કે તેમની માગણીઓમાં ફાઈવ-ડે વીક ઉપરાંત પેન્શનધારકો માટે પેન્શન યોજનામાં સુધારા, રાષ્ટ્રીય પેન્શન યોજનાની નાબુદી અને તમામ બેંક કર્મચારીઓ માટે જુની પેન્શન યોજના પુનઃ શરૂ કરવા વગેરેનો સમાવેશ થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.